Pramāṇa · Search · About · API

Suyagada 438

Sūyagaḍa: ṭīkānusārī vivecana 438

Language
Gujarati

438

વિવેચન :–૩૮૧, ૩૮૨
– પૃથ્વી તે પૃથ્વીકાયિક જીવો છે. ‘ચ’ થી તેના ભેદો સૂચવે છે તે આ છે - પૃથ્વીકાયના સૂક્ષ્મ અને બાદર બે ભેદ, પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે ભેદ. એ રીતે અપ્‌કાય, અગ્નિકાય અને વાયુકાયને પણ જાણવા.
હવે વનસ્પતિકાયના ભેદો કહે છે - કુશ આદિ ઘાસ, પીપળો વગેરે વૃક્ષ, શાલિ આદિ બીજ, વલ્લી, ગુલ્મ આદિ વનસ્પતિના ભેદો છે.
ત્રાસ પામે તે ત્રસ-બે ઈન્દ્રિયાદિ, પ્રાણ-પ્રાણીઓ, જે ઈંડામાંથી જન્મે તે અંડજ - શકુનિ, સાપ વગેરે. જરાથી વીંટાયેલા જન્મે તે જરાયુજ - ગાય, ભેંસ, ઘેટા, બકરા, મનુષ્યાદિ. પરસેવાથી ઉત્પન્ન તે સંસ્વેદજ-જૂ, માંકડ, કૃમિ આદિ. રસજ-દહીં, સૌવીર આદિમાં ઉત્પન્ન રૂની પાંખ જેવા જીવો.
આ રીતે વિવિધ ભેદે જીવ સમૂહ બતાવી તેની હિંસામાં દોષ કહે છે –
– પૃથ્વી આદિ જીવનિકાય ભગવંતે કહ્યા છે - X –
આ પૃથ્વીકાયાદિ પ્રાણીમાં સુખ જાણ અર્થાત્‌ આ સર્વે જીવો સુખના ઈચ્છુક અને દુઃખના દ્વેષી છે. તેમ જાણીને કુશાગ્ર બુદ્ધિથી વિચાર કે આ જીવ-કાયના આરંભમાં, પીડવામાં આત્મા દંડાય છે અર્થાત્‌ આવા સમારંભથી આત્મદંડ થાય છે અથવા આવા કાર્યોથી આયતદંડ થાય છે. મતલબ કે ઉક્ત જીવ-કાયોને જે દીર્ઘકાળ પીડે છે, તેમને શું ફળ મળે તે બતાવે છે –
આ પૃથ્વી આદિ કાયોમાં અનેક પ્રકારે સર્વ પ્રકારે શીઘ્ર જાય છે - તે જ પૃથ્વી આદિ કાયોમાં અનેક પ્રકારે વારંવાર ઉત્પન્ન થાય છે - અથવા - જીવો પોતાના સુખને માટે પૃથ્વીકાયાદિનો સમારંભ કરે છે, તે સમારંભથી દુઃખ જ પામે છે પણ સુખ પામતા નથી. અથવા કુતીર્થિકો મોક્ષાર્થે આવા કાર્યો વડે જે ક્રિયા કરે છે, તેનાથી સંસાર જ વધે છે. હવે આયતદંડ મોક્ષાર્થી તે આરંભથી સંસાર વધારે છે, તે કહે છે–

Linked texts (2)