Pramāṇa · Search · About · API

Suyagada 460

Sūyagaḍa: ṭīkānusārī vivecana 460

Language
Gujarati

460

[નિર્યુક્તિ–૯૭]
આ બધું ભાવવીર્ય પંડિત, બાળ, મિશ્ર ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સાધુઓને પંડિતવીર્ય છે અને બાલપંડિત વીર્ય ગૃહસ્થોને છે.
સાધુઓનું પંડિતવીર્ય સાદિ સપર્યવસિત છે, જ્યારે તે સર્વવિરતિ લે ત્યારે તે સાદિ-આરંભ છે અને સિદ્ધાવસ્થામાં તેનો અભાવ થતાં સાંત છે.
બાળપંડિત વીર્ય દેશવિરતિ ગ્રહણ કરે ત્યારે સાદિ છે, સર્વવિરતિ લે અથવા વ્રતભંગ કરે ત્યારે તે સાંત છે.
બાળવીર્ય તે અવિરતિ લક્ષણ અભવ્યોને અનાદિ અનંત છે અને ભવ્યોને અનાદિ સાંત છે, સાદિ સાંત તે વિરતિ લઈને ભાંગે તેથી અવિરતિ ‘સાદિ’ થાય છે. ફરીથી જઘન્યથી અંતર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટથી અપાર્ધ પુદ્‌ગલ પરાવર્તન કાળમાં વિરતિ સદ્‌ભાવ થતા ‘સાંત’ છે. સાદિ અનંત બાલવીર્ય અસંભવ છે
અથવા પંડિત વીર્ય સર્વવિરતિ રૂપ છે, વિરતિ તે ચારિત્ર-મોહનીયના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ એ ત્રણ ભેદે છે. તેથી વીર્યના પણ તે જ ત્રણ ભેદો થાય છે. આ રીતે નામ નિષ્પન્ન નિક્ષેપો પૂરો થયો.
હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણવાળા સૂત્રને કહે છે.

Linked texts (1)