Pramāṇa · Search · About · API

Suyagada 477

Sūyagaḍa: ṭīkānusārī vivecana 477

Language
Gujarati

477

વિવેચન :–૪૨૫, ૪૨૬
જેના વડે આયુનો ક્ષય કે સંવર્ત થાય તે ઉપક્રમ. - X - પોતાના આયુષ્યનો ક્ષય કોઈ કંઈપણ કારણે જાણે, તો તે મરણ આવતા પહેલાં જલદી આકુળતા છોડીને, જીવિતની આશા તજીને વિવેકી સાધુ સંલેખના રૂપ શિક્ષા એટલે કે ભક્તપરિજ્ઞા કે ઈંગિતમરણાદિ અનશન કરે. તેમાં ગ્રહણશિક્ષાથી સમાધિ મરણની વિધિને જાણીને, આસેવન શિક્ષાથી તેની આરાધના કરે.
વળી [દૃષ્ટાંત કહે છે–] જેમ કાચબો પોતાના મસ્તક, હોઠ આદિ અંગોને પોતાના શરીરમાં ગોપવી દે - પ્રવૃત્તિહીન કરી દે. એ જ રીતે મર્યાદાવાન, સદ્‌વિવેકી સાધુ પાપરૂપ અનુષ્ઠાનોને સમ્યગ્‌ ધર્મધ્યાન આદિ ભાવના વડે ત્યાગે. [સંહરે] મરણકાળ આવતા સમ્યક્‌ સંલેખના વડે શરીર શોષવીને પંડિતમરણ વડે આત્માને સમાધિ પમાડે.

Linked texts (2)