Suyagada 481
Sūyagaḍa: ṭīkānusārī vivecana 481
- Language
- Gujarati
481
વિવેચન :–૪૨૯, ૪૩૦
જેમને પ્રાણ પ્રિય છે, તે પ્રાણીને મારીશ નહીં, બીજાએ ન આપેલ દાંત ખોતરવાની સળી પણ ન લઈશ તથા માયાપૂર્વક મૃષાવાદ ન બોલીશ. બીજાને ઠગવા માટે જે જૂઠ બોલાય, તે માયા વિના શક્ય નથી માટે માયા મૃષાવાદ કહ્યું. - X - તેનો ત્યાગ કરવો, પણ સંયમ રક્ષાર્થે ‘‘મેં મૃગો જોયા નથી’’ ઈત્યાદિ બોલતા દોષ નથી.
પૂર્વે નિર્દિષ્ટ શ્રુતચારિત્ર નામે ધર્મ કે સ્વભાવ છે. વુસીમઉ – જ્ઞાનાદિવાળો અથવા આત્મવશગ અર્થાત્ જિતેન્દ્રિય છે.
પ્રાણીઓને પીડા કરવી અથવા મહાવ્રતનું ઉલ્લંઘન કરવું કે મનમાં અહંકાર લાવી બીજાને તિરસ્કારવા. આવું અતિક્રમણ વાણી કે મનથી પણ ન પ્રાર્થે. આ બંનેના નિષેધથી કાયાથી અતિક્રમ સમજી લેવો. આ રીતે મન-વચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું એ નવ ભેદે અતિક્રમ ન કરે તથા સર્વથા ગુપ્ત બને, ઈન્દ્રિય દમન કે તપથી દાંત રહીને મોક્ષના ઉપાદાન રૂપ સમ્યગ્ દર્શનાદિમાં ઉદ્યમ કરી, સારી રીતે સંયમ પાળે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati