Suyagada 487
Sūyagaḍa: ṭīkānusārī vivecana 487
- Language
- Gujarati
487
[નિર્યુક્તિ–૯૯]
દુર્ગતિમાં જતા જીવને અટકાવે તે ધર્મ. દશવૈકાલિકના અધ્યયન-૬-માં ‘‘ધર્માર્થકામ’’ નામે બતાવેલ છે. અહીં ભાવધર્મ અધિકાર છે. આ ભાવધર્મ જ પરમાર્થથી ધર્મ છે.
આ જ અર્થ પછીના બે અધ્યયનમાં છે તે કહે છે - આ જ ધર્મ ભાવસમાધિ અને ભાવમાર્ગ છે એમ સમજવું અથવા આ જ ભાવધર્મ છે - ભાવસમાધિ છે - ભાવમાર્ગ છે. તેમાં પરમાર્થથી કોઈ ભેદ નથી. ધર્મ શ્રુત-ચારિત્ર નામે કે ક્ષાંતિ આદિ દશ ભેદે છે. ભાવસમાધિ પણ એ જ છે.
સમ્યગ્ રીતે ક્ષમાદિ ગુણોનું આરોપણ તે સમાધિ. તે જ મુક્તિમાર્ગ પણ જ્ઞાનાદિ ભાવધર્મપણે કહેવો.
હવે - X - ‘ધર્મ’ના નામાદિ નિક્ષેપ બતાવે છે–