Suyagada 488
Sūyagaḍa: ṭīkānusārī vivecana 488
- Language
- Gujarati
488
[નિર્યુક્તિ–૧૦૦]
ધર્મના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર નિક્ષેપા છે.
નામ, સ્થાપના છોડીને દ્રવ્યધર્મના ત્રણ ભેદ છે - જ્ઞ-શરીર, ભવ્ય-શરીર, વ્યતિરિક્ત, વ્યતિરિક્તના ત્રણ ભેદ સચિત્ત, અચિત્ત, મિશ્ર. સચિત્તનો જીવ શરીર ઉપભોગ લક્ષણ સ્વભાવ છે. અચિત્તમાં ધર્માસ્તિકાયાદિનો સ્વભાવ કહે છે. જેમકે ધર્માસ્તિકાયનો ગતિધર્મ, અધર્માસ્તિકાયનો સ્થિતિ લક્ષણ, આકાશનો અવગાહના ધર્મ, પુદ્ગલનો ગ્રહણ લક્ષણ, મિશ્રનો તેના-તેના ધર્માનુસાર જાણવો - X –
ગૃહસ્થોનો ધર્મ કુલ-નગર-ગ્રામાદિના રીવાજ મુજબ છે. અથવા દાન આપવું તે ગૃહસ્થોનો દ્રવ્યધર્મ જાણવો. કહ્યું છે - અન્ન, પાન, વસ્ત્ર, નિવાસ, શયન, આસન, શુશ્રૂષા, વંદન, તુષ્ટિ એ નવ પ્રકારે પુન્ય બંધાય.