Suyagada 53
Sūyagaḍa: ṭīkānusārī vivecana 53
- Language
- Gujarati
53
વિવેચન :– ૧૪
હવે પૂર્વોક્ત તે જીવ - તે શરીરવાદી, ભૂતોથી અવ્યતિરિક્ત આત્મા એ મતનું નિરાકરણ કરે છે–
તેઓ કહે છે – ‘શરીરથી આત્મા ભિન્ન નથી’ એ અયોગ્ય છે, કેમકે તેનું સાધક પ્રમાણ છે, તે આ પ્રમાણે – [વૃત્તિનો સાર રજૂ કરેલ છે–] જેનો આકાર પ્રતિનિયત છે, તેનો કર્તા વિદ્યમાન છે. જેમકે ઘડો, તેનો કર્તા કુંભાર છે. જેનો કર્તા અવિદ્યમાન છે, તેનો આકાર પ્રતિનિયત નથી. જેમકે - આકાશ, દંડ, ચક્ર વગેરેનો અધિષ્ઠાતા છે અને અધિષ્ઠાતા સિવાય કરણપણાની ઉપપત્તિ નથી. ઈન્દ્રિયોનો અધિષ્ઠાતા આત્મ છે, તે આત્મા ઈન્દ્રિયોથી જુદો છે. વળી, જ્યાં-જ્યાં આદાન-આદેય સદ્ભાવ ત્યાં-ત્યાં વિદ્યમાન આદાતા [ગ્રાહક] જણાય છે. જેમકે - સાણસો અને લોઢાનો પિંડ, એ બંનેથી જુદો ‘લુહાર’ છે તેમ ઈન્દ્રિયો એ કરણ છે, તેના વડે વિષયોનો ગ્રાહક તે તેનાથી ભિન્ન આત્મા છે. વિદ્યમાન ભોગવવા યોગ્ય શરીર છે.
વળી તમે ‘‘સત્વો ઉપપાતિક નથી’’ એમ કહો છો, તે પણ અયુક્ત છે કેમકે તે જ દિવસે જન્મેલો બાળક સ્તનપાન કરવાને ઈચ્છે છે - X - તે બાળક જ્યાં સુધી સ્તનનો નિશ્ચય ન કરે ત્યાં સુધી રોવાનું છોડતો નથી, પછી સ્તનમાં મુખ લગાડે છે, તેથી સિદ્ધ થાય છે કે બાળકમાં વિજ્ઞાન છે, તે અન્ય વિજ્ઞાનપૂર્વક છે અને તે વિજ્ઞાન એ પૂર્વભવનું જ્ઞાન છે. તેથી સત્વ ઉપપાતિક [જન્મ લેનાર] છે, વળી તમે કહો છો–
વિજ્ઞાન ધન એવ એતેભ્યા૦ નો અર્થ પણ આવો છે.
વિજ્ઞાનના સમૂહરૂપ આત્મા, પૂર્વકર્મ વશ તેવા કાય આકારરૂપે પરિણત ભૂત સમુદાયમાં પૂર્વકર્મ ફળ ભોગવીને, પછી તેનો વિનાશ થતાં આત્મા પણ તે કાય આકારે વિનાશ પામીને બીજા પર્યાય વડે ઉત્પન્ન થાય છે, પણ [શરીર નાશ પામતા] તેની સાથે આત્મા વિનાશ પામતો નથી.
વળી તમે કહ્યું કે – ધર્મી [આત્મા]ના અભાવથી ધર્મ અર્થાત્ પૂન્ય-પાપનો પણ અભાવ છે, તે પણ અયોગ્ય છે. કેમકે ધર્મી અર્થાત્ આત્મા પૂર્વે બતાવ્યા પ્રમાણે સિદ્ધ કર્યો છે, તે સિદ્ધ થતાં તેના ધર્મો એવા પૂન્ય-પાપ પણ સિદ્ધ જ છે, કેમકે જગતમાં તેવું વૈચિત્ર્ય દેખાય જ છે.
વળી, તમે સ્વભાવને આશ્રીને પત્થરનું દૃષ્ટાંત આપ્યું. તે પણ તેના ભોગવનારના કર્મના વશથી જ તે તે પ્રમાણે સંવૃત્ત છે તેથી પૂન્ય અને પાપનો સદ્ભાવ નિવારી શકાય તેમ નથી. [પૂન્ય, પાપ છે.] - X - X - ભૂતોથી વ્યતિરિક્ત અને પરલોકગામી આત્મા સિદ્ધ કરેલો હોવાથી તમે જે દૃષ્ટાંતો આપો છો તે વ્યર્થ બકવાસ છે.
ભૂતોથી અલગ આત્મા નથી તેમ કહેનારા ચતુર્ગતિરૂપ સંસારમાં ભવ-ભ્રમણ કરનારા છે, તે પૂર્વે બતાવ્યું છે - સુભગ, દુર્ભગ, સુરૂપ, કુરૂપ, ધની, નિર્ધન આદિ કારણે જગત વિચિત્ર લક્ષણો આ લોક છે. આત્માને ન સ્વીકારવાથી આવો લોક કઈ રીતે થાય? કઈ રીતે ઘટી શકે?
તે નાસ્તિકો પરલોકગામી જીવ ન માનવાથી પૂન્ય-પાપનો અભાવ માની વ્યર્થ અજ્ઞાનરૂપ અંધકારમાંથી બીજા અંધકારમાં જાય છે અને ફરી પણ જ્ઞાનાવરણીયાદિ રૂપ મહા અંધકારને એકઠો કરે છે. અથવા દુઃખસમૂહ વડે સત્-અસત્ વિવેક નાશ થવાથી યાતના સ્થાનથી વિશેષ અંધકારવાળા સ્થાને અર્થાત્ સાતમી નરકપૃથ્વીમાં રૌરવ, મહારૌરવ, કાલ, મહાકાલ, અપ્રતિષ્ઠાન નરકાવાસમાં જાય છે.
તે જડ-મૂર્ખો, આત્મા સિદ્ધ હોવા છતાં અસદ્-આગ્રહથી આત્માનો અભાવ માનીને જેને વિવેકીજનોએ નિંદેલ છે તેવા જીવ-ઘાતક આરંભમાં નિશ્ચયથી-નિત્ય સંબદ્ધ થઈને પૂન્ય-પાપનો અભાવ માની, પરલોકનો અભાવ માની આરંભમાં અતિ રક્ત બને છે.
તથા તે જીવ-તે શરીરવાદીના મતનું નિર્યુક્તિકારે પણ નિર્યુક્તિ-૩૩-માં ખંડન કર્યું છે. હવે અકારવાદીના મતને ફરી કહે છે–
જે આ અકારવાદી આત્માના અમૂર્તત્વ, નિત્યત્વ, સર્વવ્યાપીત્વ હેતુઓથી નિષ્ક્રિયપણું માની બેઠા છે તેઓના આ જરા-મરણ-શોકાદિ લક્ષણવાળો, નરકાદિ ચાર ગતિરૂપ જે લોક છે - X - X - તે કઈ રીતે સિદ્ધ થાય? - X - તેથી તેઓ પૂર્વોક્ત નરકાદિ યાતના સ્થાનમાં જાય છે. કેમકે તે જડ લોકો પ્રાણીને દુઃખ દેનારા આરંભમાં રક્ત છે.
હવે નિર્યુક્તિકાર અકારવાદી મતનું ખંડન કરવા કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati