Suyagada 549
Sūyagaḍa: ṭīkānusārī vivecana 549
- Language
- Gujarati
549
વિવેચન :–૫૨૯ થી ૫૩૨
[૫૨૯] શબ્દાદિ વિષયોથી વિરત સાધુ મનોજ્ઞમાં રાગ કે અમનોજ્ઞમાં દ્વેષ ન કરે તેવા પણ કેટલાંક છે. તેઓ પૃથ્વી પર સંસાર ઉદરમાં જીવિતના ઈચ્છુક જે જીવો છે કે જે દુઃખના દ્વેષી છે, તેમને આત્મા સમાન જાણી, દુઃખ ન આપતાં તેમના રક્ષણ માટે પ્રયત્ન કરતાં સંયમ અનુષ્ઠાનમાં વર્તે છે–
[૫૩૦] સંયમમાં વિઘ્નકારી કારણોને દૂર કરવા કહે છે – ચારિત્રને અતિક્રમી જે અતિ માન કરે છે, ચ કારથી અહીં ક્રોધ પણ લેવો, તેમજ અતિ માયા અને બીજા ચ થી લોભ સમજવો. આ કષાયોને સંયમના શત્રુ જાણી વિવેકી સાધુ આ બધા સંસારના કારણભૂત કષાયોને તજીને નિર્વાણનું લક્ષ્ય રાખે. કષાયસમૂહ વિદ્યમાન હોય તો સંયમમાં સમ્યક્ સફળતા ન થાય. કહ્યું છે કે - શ્રામણ્ય પાળતા જેના કષાયો ઉત્કટ હોય, તેનું શ્રામણ્ય શેરડીના પુષ્પ જેમ નિષ્ફલ છે, તે નિષ્ફળતાથી મોક્ષ સંભવતો નથી.
તથા સંસારથી પલાયન ન થાઉં તે માટે રાગાદિ શત્રુ મારામાં રહેલા છે, આ જગત તૃષ્ણા બંધનથી બંધાયેલ છે તે કેમ જોતો નથી? હે મૃત્યુ! મને વાળમાં વૃદ્ધાવસ્થા મૂકીને શા માટે ગ્રહણ કરે છે? એવા આદર સિવાય પણ શું હું તારી સાથે નહીં આવું? ઈત્યાદિ. આ પ્રમાણે કષાયનો ત્યાગ કરીને એકસરખા પ્રશસ્ત ભાવમાં જોડીને નિર્વાણને સાધવું એ જ ઉત્તમ છે - વળી -
[૫૩૧] સાધુનો ક્ષાંતિ આદિ દશવિધ ધર્મ કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર નામક ધર્મ તેની વૃદ્ધિ પમાડે. તે આ પ્રમાણે – પ્રતિક્ષણ અપૂર્વ જ્ઞાનગ્રહણથી જ્ઞાનની તથા શંકાદિ દોષ ત્યાગીને સમ્યક્ જીવાદિ પદાર્થોને જાણીને સમ્યગ્દર્શનની વૃદ્ધિ કરી અસ્ખલિતપણે મૂળગુણ ઉત્તરગુણ સંપૂર્ણ પાળીને, રોજ-રોજ નવા અભિગ્રહ ગ્રહણ કરીને ચારિત્રની વૃદ્ધિ પમાડે. પાઠાંતર મુજબ પૂર્વોક્ત વિશેષણથી વિશિષ્ટ સાધુધર્મની મોક્ષ માર્ગત્વથી શ્રદ્ધા કરે - નિશંકતાથી ગ્રહણ કરે. ચ શબ્દથી સમ્યગ્ પાલન કરે. તથા પાપ ઉપાદાન કારણથી જીવહિંસાદિ પ્રવૃત્તિ છોડે. તથા યથાશક્તિ તપમાં પરાક્રમ કરે તે ઉપધાન વીર્યવાળો ભિક્ષુ ક્રોધ, માનને ન વધારે.
[૫૩૨] હવે આવા ભાવમાર્ગને વર્ધમાન સ્વામીએ જ કહ્યો છે કે બીજાએ પણ કહ્યો છે - તે જણાવે છે - અતીત કાળે થયેલા અનંતા તીર્થંકરો, એ બધાંએ આવો ભાવમાર્ગ કહેલો છે, તથા ભાવિમાં અનંતકાળે અનંત તીર્થંકરો થશે તે પણ આવો જ ભાવમાર્ગ કહેશે. ચ શબ્દથી વર્તમાનકાળના સંખ્યાત તીર્થંકર લેવા.
તે બધાંએ માત્ર ઉપદેશ નથી આપ્યો પણ તેમ આચર્યો પણ છે, તે દર્શાવે છે - શમન એટલે શાંતિ, તે જ ભાવમાર્ગ - અતીત, અનાગત, વર્તમાનકાળના તીર્થંકરોનો આધાર - X - છે. અથવા શાંતિ એટલે મોક્ષ તે તેઓનો આધાર છે. તેની પ્રાપ્તિ ભાવમાર્ગ સિવાય થતી નથી, તેથી તે બધાંએ પણ આ ભાવમાર્ગ કહ્યો છે અને આચર્યો છે તેમ જાણવું.
શાંતિ પ્રતિષ્ઠાનત્વમાં દૃષ્ટાંત કહે છે - જીવો સ્થાવર, જંગમ બે ભેદે છે. તે જીવો જેમ જગતમાં ત્રણ લોકમાં રહે છે, તેમ આ સર્વે તીર્થંકરોનું સ્થાન શાંતિ છે. ભાવમાર્ગ સ્વીકારી સાધુ શું કરે?–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati