Suyagada 644
Sūyagaḍa: ṭīkānusārī vivecana 644
- Language
- Gujarati
644
વિવેચન :–૬૪૯
જે પ્રથમ દંડ બતાવ્યો તે અર્થદંડ કહેવાય છે, તે આ પ્રમાણે - જેમ કોઈ પુરૂષ, ઉપલક્ષણથી ચારે ગતિના પ્રાણી પોતાના માટે તથા સ્વજનાદિ માટે, ઘરના નિમિત્તે, દાસી-કર્મકરાદિ માટે કે ઘરની આજીવિકાની વસ્તુ માટે, મિત્ર-નાગ-ભૂત-યક્ષાદિને માટે તેવા સ્વ-પરને ઉપઘાતરૂપ દંડ ત્રસ-સ્થાવર પ્રાણીને સ્વયં દુઃખ દે, - X - પ્રાણીના ઉપમર્દકારિણી ક્રિયા કરે છે. બીજા પાસે તેમ કરાવે, બીજા જીવોને દુઃખ આપનારને અનુમોદે, આવું કરણ-કરાવણ-અનુમોદનથી તે આત્માને તે સંબંધી સાવદ્યક્રિયાનું કર્મ બંધાય છે.
આ પ્રથમ દંડ સમાદાન અર્થદંડ પ્રત્યયિક કહે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati