Pramāṇa · Search · About · API

Suyagada 645

Sūyagaḍa: ṭīkānusārī vivecana 645

Language
Gujarati

645

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૫૦ :– [૨/૨/–/૬૫૦]
હવે બીજા દંડસમાદાનરૂપ અનર્થદંડ પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરૂષ જો આ ત્રસ પ્રાણી છે, તેને ન તો પોતાના શરીરની અર્ચાને માટે મારે છે, ન ચામડાંને માટે, ન માંસ માટે, ન લોહી માટે, તેમજ હૃદય-પિત્ત-ચરબી-પિછા-પૂંછ-વાળ-સીંગ-વિષાણ-દાંત-દાઢ-નખ-નાડી-હાડકા-મજ્જાને માટે મારતા નથી. મને માર્યો છે-મારે છે કે મારશે માટે નથી મારતા. પુત્રપોષણ તથા પશુપોષણ માટે, પોતાના ઘરની મરમ્મત માટે નથી મારતા. શ્રમણ-માહણની આજીવિકા માટે, કે તેના શરીરને કોઈ ઉપદ્રવ ન થાય, તેથી પરિત્રાણ હેતુ નથી મારતો, પણ નિષ્પ્રયોજન જ તે પ્રાણીને દંડ દેતો હણે છે, છેદે છે, ભેદે છે, અંગો કાપે છે, ચામડી ઉતારે છે, આંખો ખેંચી કાઢે છે, તે અજ્ઞાની વૈરનો ભાગી બને છે, તે અનર્થદંડ છે.
જેમ કોઈ પુરૂષ નદીના તટ પર, દ્રહ પર, જળરાશિમાં, તૃણરાશિમાં, વલયમાં, ગહનમાં, ગહનદુર્ગમાં, વનમાં, વનદુર્ગમાં, પર્વતમાં, પર્વતદુર્ગમાં તૃણ-ઘાસ બિછાવી બિછાવીને સ્વયં આગ લગાડે, બીજા દ્વારા આગ લગાવે, આગ લગાડનાર બીજાને અનુમોદે, તે પુરૂષ નિષ્પ્રયોજન પ્રાણીને દંડ આપે છે. તે પુરૂષને વ્યર્થ જ પ્રાણીના ઘાતને કારણ સાવદ્ય કર્મબંધ થાય છે.
આ બીજો દંડ સમાદાન-અનર્થદંડ પ્રત્યયિક કહ્યો.

Linked texts (1)