Pramāṇa · Search · About · API

Suyagada 646

Sūyagaḍa: ṭīkānusārī vivecana 646

Language
Gujarati

646

વિવેચન :–૬૫૦
હવે બીજું અનર્થદંડ પ્રત્યયિક દંડ સમાદાન બતાવે છે - જેમ કોઈ પુરૂષ નિર્નિમિત, નિર્વિવેકપણે પ્રાણીની હિંસા કરે તે બતાવે છે - જે કોઈ આ સંસારવર્તી પ્રત્યક્ષ બસ્ત આદિ પ્રાણીને હણે છે - તે અર્ચાને માટે હણતો નથી, ચર્મ માટે પણ નહીં, માંસ-લોહી-હૃદય-પિત્ત-ચરબ-પીછા-પુંછ-વાળ-શીંગ-વિષાણ-નખ-સ્નાયુ-અસ્થિ-મજ્જા એવા કોઈ કારણને ઉદ્દેશીને હણ્યા નથી, હણતો નથી અને હણશે પણ નહીં. મને કે મારા સગાને માટે કે પુત્ર આદિના પોષણને માટે પણ હણતો નથી કે પશુના પોષણને માટે પણ હણતો નથી.
ઘરના રક્ષણ માટે તથા શ્રમણ-બ્રાહ્મણની આજીવિકા માટે પણ હણતો નથી, તેણે જે જીવોને પોતાના આશ્રયે પાળેલા છે, તેમનાથી તે શરીરને કંઈપણ રક્ષણ થતું નથી, છતાં તેની હિંસા કરાવે છે. એ રીતે કારણ વિના માત્ર ક્રીડાને ખાતર અથવા વ્યસનથી પ્રાણીને દંડાદિથી મારે છે, કાન-નાકને છેદે છે, શૂલાદિ વડે ભેદે છે, શરીરના બીજા ભાગોને લુંપે છે - નાશ કરે છે, વિલુંપે છે, આંખ ખેંચી લે છે, ચામડી કાપે છે, હાથ-પગ છેદે છે, નરકના પરમાધામી માફક પ્રાણીને નિર્નિમિત્ત વિવિધ ઉપાયોથી પીડા ઉત્પન્ન કરે છે. તથા જીવ લેનારો પણ થાય છે.
તે બાળક માફક સદ્‌વિવેક છોડીને, આત્માને વિસારીને, જડ જેવો, વગર વિચાર્યે, જન્માંતર અનુબંધી વૈર બાંધે છે. આ રીતે નિર્નિમત્ત જ પંચેન્દ્રિય પ્રાણીને પીડતો જે રીતે અનર્થદંડ થાય છે, તે બતાવ્યું.
હવે સ્થાવરજીવોને આશ્રીને કહે છે - જેમ કોઈ નિર્વિવેક પુરૂષ માર્ગમાં જતા વૃક્ષાદિના પાંદડાને દંડાદિ વડે તોડતો ફળની ઈચ્છા વિના નિરર્થક ક્રીડા કરે છે. તે દર્શાવે છે - જે આ પ્રત્યક્ષ સ્થાવર વનસ્પતિકાય જીવો છે જેમકે - ઈક્કડાદિ વનસ્પતિ વિશેષ મને કંઈ કામ આવશે, તેમ માનીને ન છેદે, પરંતુ તેના પાન, પુષ્પ, ફળાદિની ઈચ્છા વિના માત્ર રમત ખાતર છેદે ઈત્યાદિ - X –
તથા પુત્ર કે પશુના પોષણ માટે નહીં, ઘર સમારવા નહીં, શ્રમણ-બ્રાહ્મણની વૃત્તિ માટે નહીં, શરીરની પુષ્ટિ માટે નહીં, નિરર્થક જ વનસ્પતિનું છેદન-ભેદન કરીને જન્માંતર અનુબંધી વૈરને બાંધે છે. આ વનસ્પતિ આશ્રિત અનર્થદંડ કહ્યો.
હવે અગ્નિકાય આશ્રયી કહે છે - જેમ કોઈ પુરૂષ સદસદ વિવેકરહિત થઈ કચ્છ આદિ દશ સ્થાનોમાં - X - ઘાસ, પુષ્પ આદિમાં અગ્નિ મૂકે કે ઘણાં જીવોને દુઃખદાયી દવ લગાડવા બીજા પાસે અગ્નિ મૂકાવે કે અગ્નિ મૂકનારને અનુમોદે. આ પ્રમાણે ત્રણ યોગ-ત્રણ કરણથી જીવહિંસા સંબંધી આગ લગાવડાવી મહાપાપ કરે છે.
આ બીજો અનર્થદંડ સમાદાન છે. હવે ત્રીજું કહે છે–

Linked texts (2)