Pramāṇa · Search · About · API

Suyagada 665

Sūyagaḍa: ṭīkānusārī vivecana 665

Language
Gujarati

665

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૬૦ :– [૨/૨/–/૬૬૦]
હવે બારમું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન કહે છે - જેમકે અરણ્યનિવાસી, પર્ણકુટીવાસી, ગામનિકટ રહેનાર તથા ગુપ્ત કાર્ય કરનાર છે, જે બહુ સંયત નથી, સર્વે પ્રાણ-ભૂત-જીવ-સત્વની હિંસાથી બહુ પ્રતિવિરત નથી, તે સ્વયં સત્યમૃષા ભાષણ કરે છે. જેમકે - હું મારવા યોગ્ય નથી. બીજા લોકો મારવા યોગ્ય છે, મને આજ્ઞા ન આપો - બીજાને આજ્ઞા આપો, હું પરિગ્રહણ યોગ્ય નથી - બીજા પરિગ્રહણ યોગ્ય છે, મને સંતાપ ન આપો - બીજા સંતાપ આપવા યોગ્ય છે, હું ઉદ્વેગને યોગ્ય નથી - બીજા ઉદ્વેગને યોગ્ય છે.
આ પ્રમાણે તે [અન્યતીર્થિક] સ્ત્રી-કામભોગમાં મૂર્ચ્છિત, ગૃદ્ધ, ગ્રથિત, ગર્હિત અને આસક્ત રહે છે. તે ચાર, પાંચ કે છ દાયકા સુધી થોડા કે વધુ કામભોગો ભોગવીને મૃત્યુકાળે મૃત્યુ પામીને અસુરલોકમાં કિલ્બિષી અસુરરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવીને વારંવાર બકરા જેવા બોબડા જન્માંધ કે જન્મથી મૂંગા થાય છે. આ પ્રમાણે તે પાખંડીને ‘લોભપ્રત્યયિક’ સાવદ્ય કર્મબંધ થાય છે.
બારમા ક્રિયાસ્થાનમાં ‘લોભપ્રત્યયિક’ જણાવ્યું.
આ બાર ક્રિયાસ્થાનો મુક્તિગમન યોગ્ય શ્રમણ કે માહણે સારી રીતે જાણી લેવા જોઈએ. [અને તેનો ત્યાગ કરવો જોઈએ.]

Linked texts (1)