Pramāṇa · Search · About · API

Suyagada 667

Sūyagaḍa: ṭīkānusārī vivecana 667

Language
Gujarati

667

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૬૧ :– [૨/૨/–/૬૬૧]
હવે તેરમું ઈર્યાપથિક ક્રિયાસ્થાન કહે છે. આ લોકમાં જે આત્માના કલ્યાણને માટે સંવૃત્ત અને અણગાર છે, જે ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પાસવણ ખેલ સિંધાણ જલ્લ પારિષ્ઠાપનિકા સમિતિ, મન-સમિતિ, વચનસમિતિ, કાય સમિતિથી યુક્ત છે, જે મનગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત છે, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, ઉપયોગપૂર્વક ચાલતા - ઉભા રહેતા - બેસતા - પડખાં બદલતા - ભોજન કરતા - બોલતાં - વસ્ત્ર પાત્ર કંબલ પાદ પ્રૌંછનક ઉપયોગપૂર્વક ગ્રહણ કરે છે અને ઉપયોગપૂર્વક રાખે છે. યાવત્‌ આંખોની પલકોને પણ ઉપયોગ પૂર્વક જ ઝપકાવે છે.
તે સાધુને વિવિધ સૂક્ષ્મ ઈર્યાપથિક ક્રિયા લાગે છે. તે પહેલા સમયે બંધ અને સ્પૃષ્ટ થાય છે. બીજા સમયે તે વેદાય છે અને ત્રીજા સમયે તેની નિર્જરા થાય છે. આ પ્રમાણ તે ઈર્યાપથિકી ક્રિયા બદ્ધ સ્પૃષ્ટ, ઉદીરિત-વેદિત અને નિજીર્ણ થાય છે. પછીના સમયે તે યાવત્‌ અકર્મ થાય છે. એ રીતે તે ઈર્યાપથિક પ્રત્યયિક સાવદ્યકર્મ બાંધે.
એ રીતે તેરમું ઈર્યાપ્રત્યયિક ક્રિયાસ્થાન કહ્યું.
હું કહું છું - જે અતિત-વર્તમાન કે આગામી અરિહંત ભગવંતો છે. તેઓ બધાંએ આ તેર ક્રિયાસ્થાનો કહ્યા છે - કહે છે અને કહેશે. પ્રતિપાદિત કર્યા છે - કરે છે અને કહેશે.
આ રીતે તેરમું ક્રિયાસ્થાન સેવ્યું છે - સેવે છે અને સેવશે.

Linked texts (1)