Pramāṇa · Search · About · API

Suyagada 669

Sūyagaḍa: ṭīkānusārī vivecana 669

Language
Gujarati

669

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૬૨ :– [૨/૨/–/૬૬૨]
હવે પુરૂષવિજયના વિભંગને કહીશ. આ લોકમાં વિવિધ પ્રકારની પ્રજ્ઞા-અભિપ્રાય-સ્વભાવ - દૃષ્ટિ - રૂચિ - આરંભ અને અધ્યવસાયથી યુક્ત મનુષ્યો દ્વારા અનેકવિધ પાપશાસ્ત્રોનું અધ્યયન કરાય છે. જેમકે –
ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન, સ્ત્રીલક્ષણ, પુરૂષલક્ષણ, અશ્વલક્ષણ, ગજલક્ષણ, ગોલક્ષણ, મેષલક્ષણ, કુર્ક્કુટલક્ષણ, તિત્તિરલક્ષણ, વર્તકલક્ષણ, લાવક લક્ષણ, ચક્રલક્ષણ, છત્રલક્ષણ, ચર્મલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિલક્ષણ, કાકિણીલક્ષણ, સુભગાકર, દુર્ભગાકર, ગર્ભકર, મોહનકર, આથર્વણી, પાકશાસન, દ્રવ્યહોમ, ક્ષત્રિયવિદ્યા, ચંદ્રચરિત, સૂર્યચરિત, શુક્રચરિત, બૃહસ્પતિચરિત, ઉલ્કાપાત, દિગ્દાહ, મૃગચક્ર, વાયસપરિમંડલ, ધૂળવૃષ્ટિ, કેશવૃષ્ટિ, માંસવૃષ્ટિ, લોહીવૃષ્ટિ, વૈતાલી, અર્ધ વૈતાલી, અવસ્વાપિની, તાલોદ્‌ઘાટિની, શ્વપાકી, શાબરીવિદ્યા, દ્રાવિડીવિદ્યા, કાલિંગીવિદ્યા, ગૌરીવિદ્યા, ગાંધારીવિદ્યા, અવપતની, ઉત્પની, જૃંભણી, સ્તંભની, શ્લેષણી, આમયકરણી, વિશલ્યકરણી, પ્રક્રમણી, અન્તર્ધાની, આયામિની ઈત્યાદિ વિદ્યા છે.
આ વિદ્યાઓનો પ્રયોગ તેઓ અન્નને માટે, પાનને માટે, વસ્ત્રને માટે, આવાસને માટે, શય્યાને માટે તથા અન્ય વિવિધ પ્રકારના કામભોગોને માટે કરે છે. આ પ્રતિકૂળ વિદ્યાને તેઓ સેવે છે.
તે એ વિપ્રતિપન્ન અને અનાર્ય છે, તેઓ મૃત્યુ સમયે મૃત્યુ પામી કોઈ આસુરિક-કિલ્બિષિક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી જન્મમૂક અને જન્માંધતા પામે છે.

Linked texts (1)