Suyagada 67
Sūyagaḍa: ṭīkānusārī vivecana 67
- Language
- Gujarati
67
વિવેચન :– ૨૦ થી ૨૫
તે પંચભૂતવાદી આદિ [સર્વે પૂર્વોક્ત વાદીઓ] સંધિ અર્થાત્ છિદ્ર, આ છિદ્ર બે ભેદે છે – (૧) દ્રવ્યથી - ભીંત આદિની, (૨) ભાવથી - જ્ઞાનાવરણાદિ કર્મસંબંધી, તેને ન જાણવાથી, દુઃખ મુક્તિ માટે ઉદ્યમ કરવા છતાં આત્મા તથા કર્મની સંધિ ન જાણવાથી તે બિચારા - [મોક્ષ પામતા નથી] - X - અથવા સંધિ એટલે ઉત્તરોત્તર પદાર્થ પરિજ્ઞાન તેને ન જાણીને ઉદ્યમ કરનારા, સમ્યગ્ ધર્મ જાણવામાં તે પંચભૂતવાદી, લોકો નિપુણ નથી. કેમકે ક્ષાંતિ આદિ દશવિધ ધર્મને જાણતા ન હોવાથી બીજી-બીજી રીતે ધર્મને પ્રતિપાદિત કરે છે. ફળના અભાવથી તેમનું અફલવાદીત્વ-જે આગળ કહેવાશે, તેથી જણાશે કે ભવ ઓઘથી અર્થાત્ સંસારથી કે આઠ પ્રકારના કર્મોથી તે નાસ્તિકાદિ તરવાના નથી. તથા તે વાદીઓ સંસાર, ગર્ભ, જન્મ, દુઃખ, મૃત્યુનો પાર પામનાર થતા નથી. વળી તેઓ કેવા ફળ ભોગવશે તે કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati