Pramāṇa · Search · About · API

Suyagada 684

Sūyagaḍa: ṭīkānusārī vivecana 684

Language
Gujarati

684

વિવેચન :–૬૬૯
જેમ કોઈ વૃક્ષ પર્વતના એક ભાગે હોય, તેનું મૂળ છેદાતાં જલ્દીથી તે નીચે પડે છે, તેમ આ પાપકર્મી પુરૂષ તે કર્મરૂપી વાયુથી ઘસડાઈને જલ્દી નરકમાં જાય છે. ત્યાંથી નીકળીને પણ એક ગર્ભથી બીજા ગર્ભમાં અવશ્ય જાય છે. ત્યાં કોઈ રક્ષણ થતું નથી. યાવત્‌ આગામી કાળે પણ તેને ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. હવે ઉપસંહાર કરે છે - આ સ્થાન પાપાનુષ્ઠાનરૂપ હોવાથી અનાર્ય યાવત્‌ એકાંત મિથ્યારૂપ, ખરાબ છે. આ રીતે પહેલા અધર્મપક્ષ સ્થાનનો વિભાગ-સ્વરૂપ કહ્યું.

Linked texts (2)