Pramāṇa · Search · About · API

Suyagada 685

Sūyagaḍa: ṭīkānusārī vivecana 685

Language
Gujarati

685

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૭૦ :– [૨/૨/–/૬૭૦]
હવે બીજું ધર્મપક્ષ સ્થાનને કહે છે. આ મનુષ્યલોકમાં પૂર્વાદિ દિશાઓમાં કેટલાંક મનુષ્યો રહે છે. જેમકે - અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધર્માનુગ, ધર્મિષ્ઠ યાવત્‌ ધર્મ વડે જ પોતાનું જીવન વીતાવે છે તેઓ સુશીલ, સુવ્રતી, સુપ્રત્યાનંદી, સુસાધુ, જાવજ્જીવ સર્વથા પ્રાણાતિપાતથી વિરમેલા યાવત્‌ તેવા પ્રકારના સાવદ્ય-અબોધિક-બીજાના પ્રાણને પરિતાપ કરનારા કર્મોથી યાવત્‌ જાવજ્જીવ વિરત રહે છે.
તેવા અનગાર ભગવંતો ઈર્યાસમિત, ભાષાસમિત, એષણાસમિત, આદાન-ભાંડ માત્ર નિક્ષેપ સમિત, ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંધાણ જલ્લ પારિષ્ઠાપનિકા સમિત, મન સમિત, વચન સમિત, કાય સમિત,
મનોગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત, ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી,
અક્રોધી, અમાની, અમાયી, અલોભી, શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત, અનાશ્રવી, અગ્રંથિ, છિન્નશોક
નિરૂપલેપ, કાંસ્યપાત્ર વત્‌, મુક્તતોય, શંખવત્‌ નિરંજન, જીવ માફક અપ્રતિહતગતિ, ગગનતલવત્‌ નિરાલંબન, વાયુ માફક અપ્રતિબદ્ધ, શારદસલિલવત્‌ શુદ્ધ હૃદયી, પુષ્કરપત્ર જેમ નિરૂપલેપ, કુર્મવત્‌ ગુપ્તેન્દ્રિય, પક્ષીવત્‌ વિપ્રમુક્ત, ગેંડાના શીંગડા જેમ એકજાત, ભારંડપક્ષી માફક અપ્રમત્ત, હાથી જેવા શૂરવીર, વૃષભ જેવા ભારવાહી, સિંહ જેવા દુર્ધર્ષ, મેરુ જેવા અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય લેશ્ય, સૂર્ય જેવા દીપ્ત તેજ, જાત્ય કંચનવત્‌ જાત્યરૂપ, પૃથ્વી જેવા સર્વ સ્પર્શ સહેનારા, સારીરીતે હોમ કરાયેલા અગ્નિ જેવા જાજ્વલ્યમાન છે.
તે ભગવંતોને કોઈ સ્થાન પ્રતિબંધ નથી. આ પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે - અંડજ, પોતજ, અવગ્રહિક અને ઔપગ્રહિક. તેઓ જે-જે દિશામાં વિચરવા ઈચ્છે, તે તે દિશામાં અપ્રતિબદ્ધ, શૂચિભૂત અને લઘુભૂત થઈ ગ્રંથિરહિત, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે.
તે ભગવંતોને આવા પ્રકારે સંયમ નિર્વાહાર્થે આજીવિકા હોય છે જેમ કે - ચોથભક્ત, છઠ્ઠભક્ત, અષ્ટમ-ભક્ત, દશમ-બારસ-ચૌદશભક્ત, અર્ધમાસિક કે માસિક ભક્ત, બે-ત્રણ-ચાર-પાંચ કે છમાસી [તપ] તે સિવાય [કોઈ કોઈ શ્રમણ] ઉત્ક્ષિપ્તચારી, નિક્ષિપ્તચારી, ઉત્ક્ષિપ્ત-નિક્ષિપ્તચારી, અંતચરક, પ્રાંતચરક, રૂક્ષચરક, સમુદાનચરક, સંષૃષ્ટ કે અસંસૃષ્ટ ચરક, તજ્જાત સંસૃષ્ટચરક, દિષ્ટ-અદિષ્ટ-પૃષ્ટ-અપૃષ્ટ-ભિક્ષ કે અભિક્ષ-લાભી, અજ્ઞાતચરક, ઉપનિહિત, સંખાદત્તિક, પરિમિત-પિંડવાતિક, શુદ્ધૈષણિક, અંત-પ્રાંત-અરસ-વિરસ-રૂક્ષ કે તુચ્છ આહારી, અંત કે પ્રાંતજીવ, આયંબિલ-પુરિમડ્ઢ-નિર્વિગઈ કરનારા, મદ્ય-માંસ ન ખાનાર, નિકામ-રસભોજી, સ્થાનાતિક, પ્રતિમા સ્થાનાતિક, ઉત્કુટુકાસન, - X - વીરાસન, દંડાયતિક, લગંડશાયી, અપ્રાવૃત્ત, અગર્તક, અકંડૂક, અનિસૃષ્ટ ઈત્યાદિ ઉવવાઈ સૂત્ર મુજબ જાણવું. વળી તે વાળ, દાઢી, મૂછ, રોમ, નખ આદિ સર્વ શરીર સંસ્કારોથી રહિત હોય છે.
તે ભગવંતો આવા વિહાર વડે વિહરતા ઘણાં વર્ષો શ્રમણપર્યાય પાળીને, તેમને કોઈ બાધા ઉત્પન્ન થાય કે ન થાય તો પણ ઘણો સમય ભક્ત પચ્ચક્‌ખાણ કરીને, ઘણાં સમય અનશન વડે ભોજનને ત્યાગીને, જે હેતુ માટે નગ્નભાવ, મુંડભાવ, અસ્નાનભાવ, અદંત ધોવન, અછત્રક, અનુપાનહ, ભૂમિશય્યા, ફલકશય્યા, કાષ્ઠશય્યા, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, પરગૃહપ્રવેશ [ભિક્ષાર્થે] ધારણ કરેલા છે.
તથા જેના માટે - માન, અપમાન, હેલણા, નિંદા, ખિંસા, ગર્હા, તર્જના, તાડના, ઉચ્ચનીચ વચનાદિ બાવીશ પરીષહો અને ઉપસર્ગો સહન કરી રહ્યા છે, તે અર્થને આરાધે છે, આરાધીને છેલ્લા શ્વાસોચ્છ્‌વાસે અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત, નિરાવરણ, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, શ્રેષ્ઠ કેવલજ્ઞાન દર્શન ઉપાર્જિત કરે છે. પછી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈને પરિનિર્વાણ પામીને સર્વે દુઃખોનો અંત કરે છે.
કોઈ [અણગાર] એક જ ભવમાં સંસારનો અંત કરે છે, બીજા કોઈ પૂર્વકર્મ શેષ રહેવાથી મૃત્યુકાળે મરીને કોઈ દેવલોકમાં દેવતા રૂપે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે –
મહાઋદ્ધિ, મહાદ્યુતિ, મહાપરાક્રમ મહાયશ, મહાબલ, મહાનુભાવ, મહાસુખયુક્ત દેવલોકમાં. ત્યાં મહાઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળા યાવત્‌ મહાસુખવાળા દેવ થાય છે.
તે હાર વડે સુશોભિત, કટક અને ત્રુટિત વડે સ્તંભિત ભૂજાવાળા, અંગદ-કુંડલથી યુક્ત કપોલ અને કાનવાળા, વિચિત્ર આભૂષણોથી યુક્ત હાથવાળા, વિચિત્ર માળાથી મંડિત મુગટવાળા, કલ્યાણકારી, સુગંધી વસ્ત્રોને ધારણ કરનારા, કલ્યાણ-પ્રવર માળા અને લેપન ધારણ કરનારા, ઝગમગતા શરીરવાળા, લાંબી વનમાળા ધારણ કરેલા, દિવ્ય એવા રૂપ-વર્ણ-ગંધ-સ્પર્શ-સંઘાત-સંસ્થાન-ઋદ્ધિ-દ્યુતિ-પ્રભા-છાયા-અર્ચા-તેજ-લેશ્યા વડે યુક્ત, દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા, કલ્યાણકારી ગતિ અને સ્થિતિવાળા, ભાવિમાં પણ કલ્યાણ પામનારા દેવ થાય છે.
આ સ્થાન આર્ય યાવત્‌ સર્વદુઃખ ક્ષયનો માર્ગ છે, એકાંત સમ્યક્‌ અને ઉત્તમ છે.
બીજું ધર્મપક્ષનામક સ્થાન કહ્યું.

Linked texts (2)