Suyagada 69
Sūyagaḍa: ṭīkānusārī vivecana 69
- Language
- Gujarati
69
વિવેચન :– ૨૬, ૨૭
ઘણાં પ્રકારના અસાતા ઉદય લક્ષણ દુઃખોને વારંવાર અનુભવે છે. જેમકે – નરકમાં કરવતથી વેરાવું, કુંભીપાક, ગરમ લોઢું, શાલ્મલી વૃક્ષને સમાલિંગન આદિ, તિર્યંચ યોનિમાં ઠંડી, તાપ, દમન, તાડન આદિ મનુષ્યોમાં ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગાદિ, દેવોમાં આભિયોગ, ઈર્ષ્યા, કિલ્બિષિકત્વ આદિ અનેક દુઃખો આ વાદીઓ વારંવાર અનુભવે છે – બાકી સુગમ છે.
અધમ, ઉત્તમ વિવિધ પ્રકારના સ્થાને જાય છે, એ રીતે ભમતા એક ગર્ભથી બીજા ગર્ભમાં જાય છે અને અનંત દુઃખ ભોગવે છે. એ પ્રમાણે સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે. અર્થાત્ તીર્થંકર આજ્ઞાથી કહે છે, પોતાની બુદ્ધિથી નહીં. હું તે કહું છું જે મેં તીર્થંકર પાસેથી સાંભળેલ છે – આ રીતે ક્ષણિકવાદનું ખંડન કર્યું.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati