Pramāṇa · Search · About · API

Suyagada 697

Sūyagaḍa: ṭīkānusārī vivecana 697

Language
Gujarati

697

[નિર્યુક્તિ–૧૭૮]
હવે ‘પરિજ્ઞા’ પદનો નિક્ષેપ કરે છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર ભેદે પરિજ્ઞા કહી છે. તેમાં પણ નામ, સ્થાપના ગૌણ હોવાથી તેને છોડીને દ્રવ્ય પરિજ્ઞા બતાવે છે - દ્રવ્યની કે દ્રવ્યથી પરિજ્ઞા તે દ્રવ્ય પરિજ્ઞા. તે મુખ્યતાએ સચિત્ત, અચિત્ત, મિશ્રભેદે ત્રણ પ્રકારે છે.
ભાવ પરિજ્ઞામાં બે ભેદે-જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. બાકીના નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્‌વ્યતિરિક્ત ભેદો ‘શસ્ત્રપરિજ્ઞા’ અધ્યયન [આચારાંગમાં છે તે] મુજબ જાણવા. - હવે - X - સૂત્ર કહે છે–

Linked texts (1)