Suyagada 698
Sūyagaḍa: ṭīkānusārī vivecana 698
- Language
- Gujarati
698
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૭૫ :– [૨/૩/–/૬૭૫] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
મેં સાંભળેલ છે, તે આયુષ્યમાન્ ભગવંતે આમ કહ્યું છે - આ પ્રવચનમાં ‘આહારપરિજ્ઞા’ નામક અધ્યયન છે. તેનો અર્થ આ છે - આ લોકમાં પૂર્વાદિ દિશામાં સર્વત્ર ચાર પ્રકારના બીજકાયવાળા જીવો હોય છે – જેમ કે - અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ. તે બીજકાયિક જીવોમાં જે જેવા પ્રકારના બીજથી, જે-જે અવકાશથી ઉત્પન્ન થવા યોગ્ય છે, તે-તે રીતે ઉત્પન્ન થાય છે.
એ રીતે કેટલાંક બીજકાયિક જીવ પૃથ્વીયોનિક, પૃથ્વી સંભવ, પૃથ્વી વ્યુત્ક્રમ છે. તદ્યોનિક, તદ્સંભવા, તદ્વ્યુત્ક્રમ જીવ કર્મવશ થઈ કર્મના નિદાનથી ત્યાં જ વૃદ્ધિગત થઈ, વિવિધ યોનિવાળી પૃથ્વીમાં વૃક્ષપણે ઉત્પન્ન થાય છે.
તે જીવો તે વિવિધયોનિક પૃથ્વીની ચિકાશનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી-અપ્-તેઉ-વાયુ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે. તે જીવ વિવિધ પ્રકારના ત્રસ-સ્થાવર જીવોના શરીરને અચિત્ત કરે છે. તે પૂર્વે આહારિત તે શરીરને વિધ્વસ્ત કરીને ત્વચા વડે આહાર કરીને સ્વશરીરરૂપે પરિણમાવે છે.
તે પૃથ્વીયોનિક વૃક્ષના બીજા શરીરો પણ વિવિધ પ્રકારના - વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન સંસ્થિત તથા અનેકવિધ પુદ્ગલોના બનેલા હોય છે. તે જીવો કર્મોદય મુજબ ઉત્પન્ન થાય છે, એમ કહ્યું છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit