Suyagada 699
Sūyagaḍa: ṭīkānusārī vivecana 699
- Language
- Gujarati
699
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૭૬ :– [૨/૩/–/૬૭૬] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
હવે તીર્થંકરશ્રી કહે છે કે - કોઈ જીવ વૃક્ષયોનિક, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિ પામે છે. એ રીતે તેમાં ઉત્પન્ન, તેમાં સ્થિત, તેમાં વૃદ્ધિગત જીવો કર્મને વશ થઈ, કર્મના કારણે જ ત્યાં વૃદ્ધિ પામી પૃથ્વીયોનિક વૃક્ષોમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે પૃથ્વીયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી-અપ્-તેઉ-વાયુ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે.
તે વિવિધ ત્રસ-સ્થાવર જીવોના શરીરને અચિત્ત કરે છે. તેઓ ધ્વસ્ત કરેલા, પૂર્વે આહારિત તથા ત્વચાથી આહારિત શરીરને વિપરિણામિત કરીને પોતાના સમાન સ્વરૂપમાં પરિણત કરે છે.
તે વૃક્ષયોનિક વૃક્ષોના અનેક પ્રકારના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-વિવિધ સંસ્થાન સંસ્થિત બીજા શરીર પણ હોય છે, જે અનેક પ્રકારના શરીર પુદ્ગલોથી વિકુર્વિત હોય છે. તે જીવ કર્મને વશ થઈ ઉત્પન્ન થાય, તેમ કહ્યું છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati