Suyagada 700
Sūyagaḍa: ṭīkānusārī vivecana 700
- Language
- Gujarati
700
‘સૂત્રકૃત’ સૂત્ર-૬૭૭ :– [૨/૩/–/૬૭૭] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
હવે તીર્થંકરશ્રી કહે છે કે - કેટલાંક જીવો વૃક્ષયોનિક, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિગત જીવો કર્મવશ થઈ, કર્મના કારણે વૃક્ષમાં ઉત્પન્ન થઈને વૃક્ષયોનિકમાં વૃક્ષપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે.
તે જીવો પૃથ્વી-અપ્-વાયુ-તેઉ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે. ત્રસ-સ્થાવર પ્રાણીના શરીરને અચિત્ત કરે છે, પરિવિધ્વસ્ત તથા પૂર્વે આહારિત, ત્વચાથી આહારિત શરીરોને પચાવીને પોતાના રૂપે પરિણત કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષોના શરીર વિવિધ વર્ણવાળા યાવત્ તે જીવો કર્મવશ થઈ ઉત્પન્ન થાય છે, એમ કહ્યું છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit