Pramāṇa · Search · About · API

Suyagada 701

Sūyagaḍa: ṭīkānusārī vivecana 701

Language
Gujarati

701

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૭૮ :– [૨/૩/–/૬૭૮] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
હવે તીર્થંકરશ્રી વનસ્પતિ જીવોના બીજા ભેદ પણ કહે છે - કેટલાંક જીવ વૃક્ષયોનિક, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિગત જીવો કર્મને વશ, કર્મોના કારણે તેમાં ઉત્પન્ન થઈને વૃક્ષયોનિક વૃક્ષોમાં મૂળ-કંદ-સ્કંધ-ત્વચા-શાખા-પ્રવાલ-પત્ર-પુષ્પ-ફળ-બીજરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે, તે જીવો પૃથ્વી યાવત્‌ વનસ્પતિ શરીરનો આહાર કરે છે.
અનેકવિધ ત્રસ-સ્થાવર પ્રાણીના શરીરને અચિત્ત કરે છે. પરિવિધ્વસ્ત શરીરને યાવત્‌ પોતાના સમાન પરીણમાવીને તે વૃક્ષયોનિકના મૂલ-કંદ યાવત્‌ બીજોના બીજા પણ શરીર બનાવે છે, જે વિવિધ વર્ણ-ગંધ યાવત્‌ વિવિધ શરીર પુદ્‌ગલથી બનેલા હોય છે. તે જીવો કર્મને વશ ત્યાં ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું છે.

Linked texts (2)