Pramāṇa · Search · About · API

Suyagada 703

Sūyagaḍa: ṭīkānusārī vivecana 703

Language
Gujarati

703

‘સૂત્રકૃત’ સૂત્ર-૬૮૦ :– [૨/૩/–/૬૮૦] [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ ની વૃત્તિ સાથે છે.]
હવે તીર્થંકરશ્રી કહે છે - કેટલાંક જીવો અધ્યારૂહ યોનિક, અધ્યારૂહ સ્થિત, અધ્યારૂહમાં જ વૃદ્ધિ પામે છે. યાવત્‌ કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થઈ વૃક્ષયોનિક અધ્યારૂહમાં અધ્યારૂહ વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃક્ષયોનિક અધ્યારૂહના રસનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી આદિ શરીરને યાવત્‌ સ્વરૂપે પરિણમાવે છે.
તે વૃક્ષયોનિક અધ્યારૂહના બીજા પણ શરીરો વિવિધ વર્ણવાળા યાવત્‌ કહેલા છે.

Linked texts (2)