Pramāṇa · Search · About · API

Suyagada 735

Sūyagaḍa: ṭīkānusārī vivecana 735

Language
Gujarati

735

વિવેચન :–૭૦૩
ઉક્ત વાત કહી આચાર્ય બતાવે છે કે - ભલે બધાં જીવો દેશ-કાલ-સ્વભાવ આદિથી દૂર રહીને વધની ચિંતામાં ન હોય, તો પણ તેઓ અવિરતિ નિમિત્તે વૈરભાવથી મુક્ત નથી. આ વિષયને સુખેથી જાણવા તીર્થંકર ભગવંતે બે દૃષ્ટાંત કહ્યા છે. સંજ્ઞી દૃષ્ટાંત અને અસંજ્ઞી દૃષ્ટાંત.
સંજ્ઞીદૃષ્ટાંત - જે આ પ્રત્યક્ષ દેખાતા છ પર્યાપ્તિવાળા, ઈહા-અપોહ-વિમર્શરૂપ સંજ્ઞાવાળા તે સંજ્ઞી. પાંચ ઈન્દ્રિયવાળા, કરણ પર્યાપ્તક જીવો છે. તેમાંથી કોઈ એક છ જીવનિકાયોને ઉદ્દેશીને એવી પ્રતિજ્ઞા કરે કે - હું છ જીવનિકાયમાંથી એક પૃથ્વીકાય-વાલુકા, શિલા, પત્થર, લવણાદિથી કાર્ય કરીશ. તે કૃતપ્રતિજ્ઞ તેનાથી-તેમાં તેના વડે કરે - કરાવે. હું બીજા કાયોથી નિવૃત્ત છું. તેવાને એવો વિચાર રહે કે - હું પૃથ્વીકાય વડે જ કાર્યો કરું - કરાવું છું. તે પૃથ્વીકાયથી અનિવૃત્ત, અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મી થાય છે. તેમાં ખોદવું, રહેવું, બેસવું, સુવું, મળ-મૂત્રાદિ કરણની ક્રિયા સંભવે છે.
આ પ્રમાણે - X - અપ્કાય વડે સ્નાન, પાન, અવગાહન, ભાંડ-ઉપકરણને ધોવા વગેરે ક્રિયા અપ્કાયના નિયમવાળો કરે છે. તેઉકાય વડે પચન-પાચન, તાપન-પ્રકાશનાદિ તેઉકાયપ્રતિજ્ઞ કરે છે. વાયુ વડે પંખો, વીંઝણો, નાવમાં સઢ ચલાવવું આદિ વાયુકાય પ્રતિજ્ઞ કરે છે. વનસ્પતિ વડે કંદ, મૂલ, પુષ્પ, ફળ, પત્ર, છાલ, શાખાદિનો ઉપયોગ કરે છે. એ રીતે અન્ય જીવોમાં જાણવું.
તથા કોઈ છ જીવનિકાયોમાં અવિરત, અસંયત થઈને તેના વડે સાવદ્યાનુષ્ઠાન સ્વયં કરે છે કે કરાવે છે. તેને કોઈ પ્રતિજ્ઞા નથી. તેને એવો વિચાર થાય છે કે હું છ એ જીવનિકાયો વડે સામાન્યથી કાર્ય કરું છું. - X - તે તે છ જીવનિકાયોમાં અસંયત, અવિરત, અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મવાળો થાય છે.
આ પ્રમાણે મૃષાવાદમાં પણ જાણવું કે - મેં આ જૂઠું કહ્યું. મારે આવું બોલવું ન જોઈએ તે મૃષાવાદથી અનિવૃત્ત હોવાથી અસંયત થાય છે. એ રીતે અદત્તાદાનને આશ્રીને - X - મૈથુન અને પરિગ્રહના વિષયમાં તથા ક્રોધાદિ કષાયોના વિષયમાં પણ જાણવું.
તે રીતે તે હિંસાદિ ન કરતો હોય તો પણ અવિરત હોવાથી તેના નિમિત્તનો કર્માશ્રવ થાય છે. તે અવિરતિના કારણે કર્મો એકઠા કરે છે, એ રીતે દેશ-કાલ-સ્વભાવ વડે વિપ્રકૃષ્ટ હોવા છતાં તે બધાં જીવોને શત્રુરૂપ છે. તે નિમિત્તના કર્મો બાંધે છે. આ સંજ્ઞી દૃષ્ટાંત કહ્યું. તે કદાચ એક પૃથ્વીકાયને જ હણે, બીજાથી નિવૃત્ત રહે. કોઈ બે-ત્રણ યાવત્‌ છ-કાયને હણે. તે આ રીતે બધાંના હણનારા ગણાય છે કેમકે સર્વ વિષયારંભમાં પ્રવૃત્ત છે. તેની પ્રવૃત્તિ એ તેમની અનિવૃત્તિ જ છે. જેમ કોઈ ગ્રામ-ઘાતાદિમાં પ્રવૃત્ત હોય, તેઓ તે સમયે અમુક પુરૂષોને ન જુએ તો પણ - X - તેમના ઘાતક જ ગણાય. આ બધું દૃષ્ટાંતના બોધમાં પણ જાણવું.
અસંજ્ઞી દૃષ્ટાંત - જેને સંજ્ઞા છે, તે સંજ્ઞી, સંજ્ઞા વગરના તે અસંજ્ઞી, જેને મનથી દ્રવ્યતાનો અભાવ છે, વધુ-વધુ વિચારવાની શક્તિ નથી, જેમ કોઈ ઉંઘતા કે મૂર્ચ્છિત હોય તેમ. આ અસંજ્ઞી પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક છે તથા છઠ્ઠા વિકલેન્દ્રિય અને સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિયો છે. તે સર્વે અસંજ્ઞીને વિચાર-મીમાંસા-તર્કાદિ હોતા નથી. જેમ કોઈ સંજ્ઞીને મંદ-મંદ પ્રકાશમાં કંઈ દેખાતા તર્ક થાય કે શું આ ઠુંઠુ છે કે પુરૂષ છે? તેવી તર્કસંજ્ઞા અસંજ્ઞીને ન હોય. તથા સંજ્ઞી-પૂર્વે જોયેલ વિષયની તેના ઉત્તરકાળે વિચારણા થાય, પ્રજ્ઞા-સ્વબુદ્ધિથી નિર્ણય કરે કે આ વસ્તુ છે. મનન કરવું તે મતિ-એ અવગ્રહાદિ રૂપ છે. સ્પષ્ટ ભાષા આ બધું જેને હોતું નથી તે.
જો કે બેઈન્દ્રિયાદિને જીભ, ગળું આદિ છે, પણ તેમને સ્પષ્ટ વાણી નથી. તેથી તેમને હું પાપ-હિંસાદિ કરુ - કરાવું નહીં તેવી નિશ્ચય પૂર્વકની વાણી નથી, તથા કરું - કરાવું નહીં, તેવા અધ્યવસાયો નથી. આવા અસંજ્ઞીઓ બાળક જેવા, બધાં પ્રાણીના ઘાતની નિવૃત્તિના અભાવથી તથા ઘાતકપણાના યોગથી ઘાતક છે - જેમકે બેઈન્દ્રિયાદિ જીવો બીજાના ઉપઘાતમાં પ્રવર્તે છે, કેમકે તેઓ બીજા જીવોનું ભક્ષણ કરે છે, અવિરતિથી તેમને મૃષાવાદ પણ છે, માત્ર કર્મપરતંત્રતાથી તેમને વાણી નથી. દહીં આદિ ખાવાથી સ્પષ્ટ અદત્તાદાન છે જ. કેમ કે તેને આ મારું છે કે પારકું તેનું જ્ઞાન નથી. તીવ્ર નપુંસક વેદોદયથી, મૈથુન વિરતિના અભાવે મૈથુન છે, અશનાદિ સ્થાપનાથી પરિગ્રહ છે. ક્રોધાદિથી મિથ્યાદર્શન શલ્યનો સદ્‌ભાવ પણ જાણવો.
આ બધાં પાપોની વિદ્યમાનતાથી રાતે-દિવસે, સુતા-જાગતા નિત્ય પ્રશઠ વ્યતિપાતચિત્ત દંડવાળા છે, તે દર્શાવે છે - તે અસંજ્ઞીઓ થોડી પણ નિવૃત્તિના અભાવે તે નિમિત્તથી કર્મબંધ કરનારા છે. તે આ પ્રમાણે - પ્રાણાતિપાત યાવત્‌ મિથ્યાદર્શન શલ્યવાળા થાય છે. જો કે તે જીવો વિશિષ્ટ મતવચન વ્યાપાર રહિત છે, તો પણ બધાં પ્રાણીને દુઃખ ઉત્પાદનથી, શોકના ઉત્પાદનથી, વયની હાનિ કરવાથી તથા મન-વચન-કાયાના પાતનથી ત્રિપાતન ભાવ વડે અથવા ખેદ ઉપજાવવાથી તથા મુઠ્ઠી, ઢેફાદિથી પ્રહાર વડે કે તેવો બાહ્યાંતર પીડા વડે તે અસંજ્ઞીઓ પણ દેશ-કાળ-સ્વભાવથી દૂર એવા બધાં જીવોને પીડતાં નથી, તો પણ વિરતિના અભાવે - X - દુઃખ, પરિતાપ, ક્લેશાદિથી અપ્રતિવિરત હોય છે. દુઃખ દેવાનો ગુણ સત્તામાં હોવાથી તેના નિમિત્તના કર્મો બંધાય છે.
આ પ્રમાણે વિપ્રકૃષ્ટ [દૂરવર્તી] જીવો સંબંધી કર્મબંધ બતાવીને હવે ઉપસંહાર કરે છે - X - શું વિશેષતા બતાવે છે? જે આ પૃથ્વીકાયાદિ અસંજ્ઞી જીવો છે, તેમને તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા તથા મન-વચનની [કરણી] સ્વયં કરવા, બીજા પાસે કરાવવા કે કરનારને અનુમોદવની પ્રવૃત્તિ નથી. તેઓ નિત્ય શત્રુપણે, મિથ્યાત્વમાં રહી પ્રશઠ વ્યતિપાત ચિત્તદંડવાળા દુઃખ ઉત્પાદનથી લઈને પરક્લેશાદિ પાપોથી મુક્ત ન હોવાથી અસંજ્ઞી હોવા છતાં, સર્વકાલ હિંસા માટે અયોગ્ય હોવા છતાં તેઓ હિંસા ન કરે તો પણ - X - જીવહિંસા કરનારા છે. યાવત્‌ મિથ્યાદર્શન શલ્યના પાપો કરનારા છે એટલે કે પાપ કરવા સમર્થ ન હોવા છતાં નિવૃત્તિ અભાવે આ કહ્યું.
આ રીતે બે દૃષ્ટાંત કહ્યા. તેમાં રહેલા બાકીના અર્થને બતાવવા પ્રશ્નરૂપે કહે છે - તમે બતાવેલ સંજ્ઞી-અસંજ્ઞી જીવો ભવ્ય-અભવ્યવત્‌ નિયત છે કે સંજ્ઞી થઈ અસંજ્ઞી કે અસંજ્ઞી થઈ સંજ્ઞી પણ થાય? આચાર્ય કહે છે - સર્વ યોનિ - સંવૃત્ત, વિવૃત્ત આદિમાં રહેલા જીવો કે જે નારકાદિ કોઈ પણ વિશિષ્ટ યોનિક હોય - તેઓ જન્મ અપેક્ષાએ બધી યોનિવાળા જીવો મનઃપર્યાપ્તિ ન પામે ત્યાં સુધી અસંજ્ઞી છે અને કરણથી પર્યાપ્તિ પૂરી થતાં તે જ જન્મમાં સંજ્ઞી ગણાય છે. બીજા જન્મની અપેક્ષાએ તો એકેન્દ્રિયાદિ રૂપે ઉત્પન્ન થઈ, પછીના ભવોમાં તેવા કર્મ પરિણામથી મનુષ્યાદિ રૂપે પણ જન્મ લે, તો અસંજ્ઞી પણ સંજ્ઞી થાય. તેમાં ભવ્ય-અભવ્યત્વ માફક નિયમ નથી કે ન જ બદલાય - X - કર્મને વશ જીવ સંજ્ઞી થઈને અસંજ્ઞી પણ થાય અને અસંજ્ઞી થઈને સંજ્ઞી પણ થાય.
વેદાંતવાદી મતમાં તો પ્રત્યક્ષ જ દોષ દેખાય છે. જેમકે - સંજ્ઞી મૂર્ચ્છા આદિથી અસંજ્ઞી બને છે, મૂર્ચ્છાદિ દૂર થતાં સંજ્ઞી બને છે. જન્માંતરે તો તેમાં જરૂર દોષ આવશે. આ રીતે સંજ્ઞી-અસંજ્ઞીપણું કર્મને કારણે બદલાય છે, તેમાં દોષ નથી. જેમ જાગતો સુવે પણ છે અને સુતેલો જાગે પણ છે. એ રીતે સુવા-જાગવાની અવસ્થા માફક સંજ્ઞી-અસંજ્ઞીપણું બદલાય છે. તેમાં પૂર્વે કરેલ કર્મ જે ઉદયમાં આવ્યું અને જે બાંધ્યુ છે, તેને પૃથક્‌ કર્યા વિના, છેદ્યા વિના, દૂર કર્યા વિના, તપાવ્યા વિના [ચારે શબ્દો એકાર્થક છે, કિંચિત્‌ ભેદ છે] અસંજ્ઞીઓમાંથી સંજ્ઞી, સંજ્ઞીમાંથી અસંજ્ઞી, સંજ્ઞીમાંથી સંજ્ઞી કે અસંજ્ઞીમાંથી અસંજ્ઞીપણે સંક્રમે - X - X - એ ચઉભંગી સૂત્રમાં બતાવી.
હવે ઉપસંહાર કરે છે - X - ઉક્ત લબ્ધિ અને કરણ પર્યાપ્તિથી પર્યાપ્ત અને તે સિવાયના અપર્યાપ્તા અન્યોન્ય સંક્રમથી સંજ્ઞી કે અસંજ્ઞી થનારા તે બધાં અપ્રત્યાખ્યાનપણાથી મિથ્યાચારવાળા છે. તથા બધાં જીવોમાં પણ હંમેશાં દુષ્ટ ચિત્તપણું રહે છે. - X - તેથી પ્રાણાતિપાતાદિ અઢારે આશ્રવદ્વારોમાં જીવો વર્તે છે.
આ રીતે વાદીએ જે કહ્યું હતું - X - તેનું ખંડન થયું અને બતાવ્યું કે - વિરતિના અભાવે અને પાપકર્મની યોગ્યતાથી પાપકર્મનો સદ્‌ભાવ બતાવ્યો છે - આ રીતે તીર્થંકર ભગવંતે પૂર્વે કહેલને ફરી કહી બતાવે છે, યાવત્‌ પાપકર્મ કરે છે. આ રીતે અપ્રત્યાખ્યાનીને કર્મના સંભવ થકી પાપનો સંભવ હોવાથી નારકાદિ લક્ષણ સંસારને સમજીને વૈરાગ્ય થવાથી તે પ્રણવચિત્ત [વાદી] આચાર્યને પૂછે છે–

Linked texts (2)