Suyagada 76
Sūyagaḍa: ṭīkānusārī vivecana 76
- Language
- Gujarati
76
વિવેચન :– ૩૧, ૩૨
પૂર્વે કહેલાં નિયતિવાદના વચનો બોલનારા સત્-અસત્નો વિવેક ન જાણનાર અજ્ઞાની પોતાને પંડિત માનનારા બોલે છે કે સુખ-દુઃખ જે કંઈ છે, તે નિયતિનું કરેલું છે. એટલે જે થવાનું છે તે ઉદયમાં આવેલ છે. તથા અનિયત તે આત્મપુરૂષાકાર, ઈશ્વરાદિ થકી મળેલ, તે બધું પણ નિયતિનું કરેલું જાણવું. આવું એકાંત માને છે, તેથી તેઓ સુખ-દુઃખના કારણોથી અજાણ છે, બુદ્ધિહીન છે.
જો કે [જૈન] આર્હત્ મતમાં કિંચિત્ સુખ-દુઃખાદિ નિયતિથી જ થાય છે, તેનું કારણ કર્મનો કોઈપણ અવસરે અવશ્ય થનાર ઉદયના સદ્ભાવથી નિયતિકૃત કહેવાય છે. તથા કિંચિત્ અનિયતિકૃત તે પુરૂષાર્થ, કાળ, ઈશ્વર, સ્વભાવ, કર્માદિનું કરેલું છે. તેમાં કંઈક અંશે સુખ-દુઃખનું પુરૂષાકારથી સાધ્યપણું પણ સ્વીકારેલ છે. કારણ કે ક્રિયાથી ફળ થાય છે અને ક્રિયા તે પુરૂષાકાર સાધન છે.
તેથી કહ્યું છે કે – નસીબને વિચારી પોતાનો ઉદ્યમ ન છોડવો. ઉદ્યમ વિના તલમાંથી તેલ કેવી રીતે મળશે?
વળી, સમાન પુરૂષ વ્યાપારમાં ફળનું વૈચિત્ર્ય પણ પુરૂષકારના વૈચિત્ર્યથી થાય છે. સમાન પુરૂષાકારમાં ફળનો અભાવ તે અદૃષ્ટકૃત જાણવું. તે અદૃષ્ટને પણ અમે કારણરૂપે જ માનેલ છે.
કાળ પણ કર્તા છે, કેમકે બકુલ, ચંપક આદિ વૃક્ષો રોપવા છતાં અમુક કાળે જ તેને ફૂલ-ફળ થાય છે, સર્વદા નહીં. કાળના એકરૂપપણાથી જગતનું વૈચિત્ર્યપણું ન ઘટે તેમ તમે કહો છો, તે દૂષણ અમને લાગુ ન પડે કેમકે અમે એકલા કાળને કર્તા માનતા નથી, પણ કર્મ સાથે લઈએ છીએ. તેથી જગત વૈચિત્ર્યનો દોષ નથી.
તથા ઈશ્વર પણ કર્તા છે, ઈશ્વર એટલે આત્મા, ઉત્પત્તિદ્વાર વડે સકલ જગતમાં વ્યાપવાથી તે ઈશ્વર છે. તેનું સુખ-દુઃખનું ઉત્પત્તિ કર્તૃત્વ સર્વવાદીઓના કહ્યા વિના જ સિદ્ધ છે. - X -
સ્વભાવનું પણ કંઈ અંશે કર્તાપણું છે જ. જેમકે – જીવનું ઉપયોગ લક્ષણ અને અસંખ્યેય પ્રદેશપણું, પુદ્ગલોનું મૂર્તત્વ, ધર્માસ્તિકાયનું ગતિ, અધર્માસ્તિકાયનું સ્થિતિ વગેરે સ્વભાવપણું છે. તમે આત્માનું વ્યતિરિક્ત, અવ્યતિરિક્તપણાનું દૂષણ કહ્યું તે પણ ખોટું છે, કેમકે સ્વભાવ આત્માથી અવ્યતિરિક્ત છે. આત્માનું કર્તાપણું અમે પૂર્વે સ્વીકાર્યું છે, તે પણ સ્વભાવથી જ છે.
તથા કર્મનું પણ કર્તાપણું છે. કેમકે તે કર્મ જીવપ્રદેશ સાથે એકમેકપણે રહેલું છે, તે કંઈક અંશે આત્માથી અભિન્ન છે, તેને વશ થઈ આત્મા નરકાદિ ચારે ગતિમાં ભ્રમણ કરી સુખ-દુઃખ અનુભવે છે. આ રીતે નિયતિ-અનિયતિનું કર્તૃત્વ યુક્તિથી જાણ્યા પછી નિયતિનું જ કર્તાપણું સ્વીકારનાર બુદ્ધિરહિત જ છે.
આ પ્રમાણે નિયતિવાદનું ખંડન કરી તે વાદીને થતાં દુઃખ બતાવે છે. - X - સર્વ વસ્તુમાં નિયત-અનિયત છતાં કેટલાંક વાદી - X - નિર્હેતુકપણે નિયતિવાદને માને છે. તે નિયતિવાદી - X - પાર્શ્વસ્થા અથવા પરલોક માટે થતી ક્રિયાથી દૂર છે. અથવા નિયતિને જ માનવાથી તેમની પરલોક આશ્રી ક્રિયા વ્યર્થ છે અથવા પાશ એટલે કર્મબંધન, યુક્તિરહિત નિયતિવાદ પ્રરૂપણામાં સ્થિત તે પાશસ્થા છે. અન્ય પણ કાળ, ઈશ્વર આદિને માનનારા એકાંતવાદી પાર્શ્વસ્થા કે પાશસ્થા જાણવા.
પુનઃ નિયતિવાદીને આશ્રીને કહે છે – તેઓ પરલોકસાધક ક્રિયામાં પ્રવર્તે છે, તે તેમનું ધૃષ્ટપણું છે. કેમકે નિયતિવાદીને તો થવાનું હોય તે જ થાય છે પછી સંયમાદિ કષ્ટ ક્રિયા શા માટે કરવી? અસમ્યક્ ક્રિયામાં પ્રવર્તવાથી તેઓ આત્માને દુઃખથી મૂકાવી શકતા નથી. નિયતિવાદનું ખંડન કર્યું,
હવે અજ્ઞાનવાદીનું દૃષ્ટાંત–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati