Suyagada 77
Sūyagaḍa: ṭīkānusārī vivecana 77
- Language
- Gujarati
77
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૩ થી ૩૬ :– [૧/૧/૨/૩૩ થી ૩૬]
જેવી રીતે ત્રાણહીન, ચંચળ મૃગ શંકાના અયોગ્ય સ્થાનમાં શંકા કરે છે અને શંકાયુક્ત સ્થાનમાં શંકા કરતા નથી...તેમ રક્ષિત સ્થાનમાં શંકિત અને પાશના સ્થાનમાં નિઃશંક, અજ્ઞાન અને ભયથી ઉદ્વિગ્ન થયેલ તે મૃગ પાશયુક્ત સ્થાનમાં ફસાય છે...
તે સમયે તે મૃગ કદી તે બંધનને ઉલ્લંઘી જાય અથવા બંધનની નીચેથી નીકળી જાય તો તે બચી શકે છે, પણ તે મૂર્ખ મૃગ આ જાણતા નથી...તે અહિતાત્મા અને અહિતપ્રજ્ઞા મૃગો તે વિનાશ બંધનવાળા સ્થાને જઈ વિનાશને પ્રાપ્ત થાય છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati