Suyagada 78
Sūyagaḍa: ṭīkānusārī vivecana 78
- Language
- Gujarati
78
વિવેચન :– ૩૩ થી ૩૬
[૩૩] જેમ દોડતા મૃગો રક્ષણરહિત હોય અથવા પકડવાની જાળ વડે ભયભીત થયા હોય, તે ભયભ્રાંત લોચનવાળા, આકુળ અંતઃ-કરણવાળા, વિવેકશૂન્ય બની પાશરહિત એવા અશંકાના સ્થાનમાં શંકા કરી ત્યાં જતા નથી અને જ્યાં શંકા યોગ્ય એવા ફસાવવાના સ્થાનમાં શંકારહિત થઈ પાશાદિમાં ફસાઈ દુઃખ પામે છે.
[૩૪] અતિ મૂઢપણાથી અને બુદ્ધિરહિત બની તે મૃગ રક્ષણ આપનાર પ્રતિ શંકા લાવી, ભય પામી દૂર ભાગી જે પકડવાની જાળવાળા છે, તેમનામાં શંકારહિત બની અજ્ઞાન અને ભયથી તેમને વશ થાય છે. શંકનીય કે અશંકનીય તથા રક્ષણ દાતા કે પાશાદિ અનર્થયુક્તના સમ્યગ્ વિવેકથી અજ્ઞાન મૃગો શિકારી જાળના બંધનમાં ફસાઈ જાય છે. આ જ દૃષ્ટાંત નિયતિવાદાદિ એકાંત અજ્ઞાનવાદી માટે ઘટાવે છે. તે આ રીતે –
રક્ષણ આપનાર એવા અનેકાંતવાદને છોડીને એકાંતવાદી બની સર્વદોષરહિત એવા જૈનદર્શન શંકનીય ન હોવા છતાં તેમાં શંકા કરીને પોતાના માનેલા એકાંતવાદમાં શંકા લાવતા નથી. એ રીતે તેઓ રક્ષણ સ્થાન અનેકાંતવાદને ત્યાગીને યુક્તિથી અસિદ્ધ, અનર્થબહુલ એવા એકાંતવાદને પકડવાથી મૃગની માફક કર્મબંધ સ્થાનોમાં ફસાય છે. જૈનાચાર્યો આગળ કહે છે–
[૩૫] હવે તે પાશ-જાળ બંધન પાસે આવેલ મૃગ ઉપર કૂદે કે નીચેથી નીકળી જાય તો પણ તે વાગુરાદિ બંધનથી બચી જાય. કોઈ પદ પાશાદિ પાઠ કહે છે, ત્યાં આદિ શબ્દથી વધ, તાડન, મારણથી પણ બચી જાય. પણ તે જડ-અજ્ઞાનમૃગ અનર્થરૂપ બંધનથી બચવાનો ઉપાય જોતો નથી.
– તે મૃગ કેવી અવસ્થા પામે? તે કહે છે–
[૩૬] અહિત આત્મા અને અહિત પ્રજ્ઞાનવાળો તે મૃગ કૂટપાશ યુક્ત પ્રદેશમાં આવે છે અથવા કૂટપાશાદિમાં પોતાને પાડે છે ત્યાં પડેલો તે બંધાઈને ઘણી દુઃખી અવસ્થાને પામે છે. બંધનમાં વિનાશ પામે છે.
આ દૃષ્ટાંત કહી સૂત્રકાર અજ્ઞાન વિપાક કહે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati