Pramāṇa · Search · About · API

Suyagada 771

Sūyagaḍa: ṭīkānusārī vivecana 771

Language
Gujarati

771

વિવેચન :–૭૩૬, ૭૩૭
દાન-દક્ષિણા. તેની પ્રાપ્તિ તે દાનલાભ, આ ગૃહસ્થાદિથી થશે કે નહીં થાય, તેવું વચન મેધાવી-મર્યાદા વ્યવસ્થિત સાધુ ન બોલે. અથવા પોતાના કે અન્યદર્શની સાધુને દાન દેવા કે લેવામાં જે લાભ છે તે એકાંતે સંભવે છે અથવા નથી સંભવતો તેવું એકાંત વચન ન બોલે, કેમકે તેનાથી દેવામાં કે લેવામાં નિષેધ દોષની ઉત્પત્તિ છે. તે જ કહે છે - તે દાનના નિષેધથી દાનાંતરાય અને સામાને ક્લેશ થઈ શકે. તે દાનની અનુમતિથી આરંભનો દોષ લાગે. તેથી દાન આપવા - ન આપવાનું એકાંત વચન ન બોલે.
તો શું બોલે? તે દર્શાવે છે - શાંતિ એટલે મોક્ષ, તેનો માર્ગ તે સમ્યગ્‌ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ છે, તેની વૃદ્ધિ કરો, જેમ મોક્ષમાર્ગની અભિવૃદ્ધિ થાય તેવું બોલે. સારાંશ એ કે - કોઈ પૂછે તો કોઈ વિધિ-નિષેધ સિવાય દેવા-લેવા સંબંધી નિરવદ્ય વચન બોલે.
એ રીતે બીજું પણ વિવિધ દેશના અવસરે સમજી લેવું. કહ્યું છે કે - જે સાવદ્ય કે નિરવદ્ય વચન જાણતો નથી - તે મૌન રહે અથવા વિચારીને બોલે, ઈત્યાદિ. હવે અધ્યયન સમાપ્તિ કરતા કહે છે–
[૭૩૭] આ રીતે એકાંત વચનનો નિષેધ કરીને અનેકાંતમય સ્થાપન કરનારા વચનો, જે વાણીના સંયમપ્રધાન અને સમસ્ત અધ્યયનમાં કહેલા છે, તે રાગ-દ્વેષરહિત જિનો વડે કહેવાયા છે. હું મારા સ્વમતિ વિકલ્પોથી કહેતો નથી. તેને હૃદયમાં ધારતો સંયમવંત મુનિ, આ સ્થાનો વડે આત્મભાવમાં વર્તતો મોક્ષપર્યન્ત-સર્વકર્મના ક્ષયરૂપ મોક્ષ સુધી સંપૂર્ણતયા સંયમાનુષ્ઠાનમાં વર્તે એ પ્રમાણેનો ઉપદેશ જાણવો.
ઈતિ - પરિસમાપ્તિ માટે છે. બ્રવીમિ - પૂર્વવત્‌ જાણવું. - X –

Linked texts (2)