Pramāṇa · Search · About · API

Suyagada 772

Sūyagaḍa: ṭīkānusārī vivecana 772

Language
Gujarati

772

ભૂમિકા :– પાંચમું અધ્યયન કહીને હવે છઠ્ઠું કહે છે. તેનો સંબંધ આ છે – ગત અધ્યયનમાં ‘આચાર’ અને અનાચારનો ત્યાગ બતાવ્યો. તે જેણે આચર્યો અને અનાચાર છોડ્યો છે, તે હવે કહે છે - અથવા ગત અધ્યયનમાં આચાર-અનાચાર સ્વરૂપ બતાવ્યું, તે - X - જેણે પાળેલ છે, તેવા દૃષ્ટાંતરૂપ ‘આર્દ્રકકુમાર’ને કહે છે. અથવા અનાચારનું ફળ જાણીને સદાચારે પ્રયત્ન કરવો, જે રીતે આર્દ્રકકુમારે કર્યો. તે દર્શાવવા આ અધ્યયન છે. તેના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો જાણવા. તેમાં ઉપક્રમમાં અર્થાધિકાર આ છે - ‘આર્દ્રકકુમાર’ ની કથા. જેમ અભયકુમારે પ્રતિમા મોકલતા બોધ પામ્યો. તે બધું અહીં કહી છે–
નિક્ષેપ ત્રણ પ્રકારે - ઓઘ નિક્ષેપામાં અધ્યયન, નામ નિક્ષેપામાં ‘આર્દ્રકીય’ નામ છે. તેમાં ‘આર્દ્ર’ પદનો નિક્ષેપો કહે છે–

Linked texts (2)