Suyagada 797
Sūyagaḍa: ṭīkānusārī vivecana 797
- Language
- Gujarati
797
વિવેચન :–૭૮૬, ૭૮૭
[૭૮૬] ચૌદ રાજ પ્રમાણ કે ચરાચર એવો જે લોક છે તેને દિવ્ય જ્ઞાનના અવભાસ વડે જે જાણતા નથી, આ જગત્માં તેવા અન્યતીર્થિકો - અવિદ્વાનો દુર્ગતિગમન માર્ગની અર્ગલારૂપ ધર્મને કહે છે. તેઓ પોતે નાશ પામે અને બીજાનો પણ નાશ કરે છે-ક્યાં? ભયાનક સંસાર સાગર જે અનાદિ અનંત છે તેવા સંસારમાં આત્માને ફેંકે છે
[૭૮૭] હવે સમ્યગ્જ્ઞાની ઉપદેશકના ગુણો પ્રગટ કરવા કહે છે - ચૌદરાજ પ્રમાણ લોકમાં કેવળજ્ઞાન વડે કેવલી આ જગત્માં અનેક પ્રકારે જાણે છે, પ્રકર્ષથી જાણે છે અથવા પુન્યના હેતુરૂપ હોવાથી પુણ્ય છે, તેવા સારા જ્ઞાન અને સમાધિ વડે યુક્ત પુરૂષો સમસ્ત શ્રુત-ચારિત્રરૂપ ધર્મને, પારકાના હિત ઈચ્છતાં કહે છે. તે મહાપુરૂષો સ્વયં સંસારસાગર તર્યા છે અને સદુપદેશ દાનથી બીજાને પણ તારે છે. કેવલજ્ઞાન વડે લોકને જાણે છે એમ કહ્યા પછી ફરી ‘જ્ઞાન વડે’ એમ કહ્યું તે બૌદ્ધ મતનો ઉચ્છેદ કરવા અને જ્ઞાનના આધારરૂપ આત્મા છે, તે જણાવવા કહ્યું છે.
સારાંશ એ કે સમ્યગ્ માર્ગજ્ઞ ઉપદેશદાતા આત્માને અને બીજાને - જે તે ઉપદેશમાં વર્તે તેને મહા અરણ્યથી વિવક્ષિત દેશમાં પહોંચાડે તેમ કેવલી પણ આત્માને સંસારકાંતારમાંથી નિસ્તાર કરે છે. ફરી આર્દ્રકુમાર કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati