Suyagada 799
Sūyagaḍa: ṭīkānusārī vivecana 799
- Language
- Gujarati
799
વિવેચન :–૭૮૮, ૭૮૯
[૭૮૮] અસર્વજ્ઞની પ્રરૂપણા આવી હોય છે. જેમકે - જે કોઈ સંસારમાં અશુભ કર્મવાળા તેના વિપાકથી નિંદિત-જુગુપ્સિત-નિર્વિવેકી જનાચરિત સ્થાનને કર્માનુષ્ઠાન રૂપે આ જગત્માં જીવિકા હેતુ માટે આચરે છે તથા જે સદુપદેશવર્તી આ જગત્માં વિરતિ પરિણામ વડે યુક્ત છે, તે બંનેના અનુષ્ઠાનોમાં શોભન-અશોભનપણું છે, તેને અસર્વજ્ઞોએ તુલ્ય કહ્યું છે. તે તેમનો પોતાનો અભિપ્રાય છે, યથાવસ્થિત પદાર્થનું નિરૂપણ નથી. અથવા હે આયુષ્યમાન્! એકદંડી! તે વિપરીત જ કહ્યું છે. અસર્વજ્ઞ છે તે વિષયાભાસ કહેશે, સર્વજ્ઞ યથાવસ્થિત જ કહેશે. અથવા વિપર્યાસ એ મદોન્મત્તના પ્રલાપ જેવું છે. આ રીતે એકદંડીને નિરુત્તર કર્યો.
[૭૮૯] આર્દ્રકુમાર ભગવંત પાસે જતા હતા, ત્યાં માર્ગમાં હસ્તિતાપસો મળ્યા, તેઓ તેમને વીંટળાઈને એમ બોલ્યા, હાથીને મારીને આજીવિકા ચલાવે તે હસ્તિતાપસમાંથી કોઈ બોલ્યું કે હે આર્દ્રકુમાર! તમારે સારી રીતે સાંભળીને પાપનું અલ્પ-બહુત્વ વિચારવું જોઈએ. આ જે તાપસો કંદ-મૂલ-ફળને ખાનારા ઘણાં સ્થાવર જીવો તથા ઉદુંબરાદિમાં ત્રસ જીવોના ઉપઘાતને માટે વર્તે છે. જે ભિક્ષા વડે આજીવિકા કરે છે, તે આશંસાદોષથી દૂષિત છે. વળી અહીં-તહીં ભટકતા તેઓ કીડી આદિ જંતુનો ઘાત કરે છે. અમે વર્ષે કે છ માસે એક-એક મહાકાય હાથીને બાણ વડે મારીને, બાકીના જીવોની દયા પાળતા આજીવિકા કરવા તેના માંસ વડે ચલાવીએ છીએ. આ રીતે અમે થોડા જીવના ઘાત વડે ઘણાં જીવોની રક્ષા કરીએ છીએ.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati