Suyagada 80
Sūyagaḍa: ṭīkānusārī vivecana 80
- Language
- Gujarati
80
વિવેચન :– ૩૭ થી ૪૦
[૩૭] જેમ અજ્ઞાનથી આવૃત્ત મૃગો અનેક અનર્થને પામે છે, તેમ જ પાખંડને આશ્રિત કોઈ મિથ્યાદૃષ્ટિ-અજ્ઞાનવાદી કે નિયતિવાદી તથા - X - અજ્ઞાનતાથી અસત્ અનુષ્ઠાન કરનારા અનાર્યો અશંકનીય એવા સુધર્મના અનુષ્ઠાનાદિમાં શંકા લાવે, તથા બહુ દુઃખ આપનારા એકાંત પક્ષને માને છે તે અશંકી મૃગોની માફક મૂઢ ચિત્તવાળા થઈ એવો આરંભ કરે છે જે અનર્થને માટે થાય છે.
હવે શંકનીય-અશંકનીયનો વિપર્યાસ બતાવે છે.
[૩૮] ક્ષાંતિ આદિ દશ લક્ષણયુક્ત ધર્મની જે પ્રજ્ઞાપના તેમાં આ અસત્ ધર્મપ્રરૂપણા છે તેવી શંકા લાવે અને જે પાપ ઉપાદાનરૂપ સમારંભ છે તેમાં શંકા ન લાવે. તે કેવા? સહજ સત્ વિવેકરહિત અને સત્ શાસ્ત્રના બોધથી રહિત. આ અજ્ઞાનાવૃત્ત શું પ્રાપ્ત કરે?
[૩૯] જેનો આત્મા સર્વાત્મક છે તે લોભ, વ્યુત્કર્ષ એટલે માન, નૂમ એટલે માયા, અપ્રીતિક તે ક્રોધ એ ચારે કષાયોને દૂર કરીને મોહનીય કર્મરહિત થઈ છેવટે બધાં કર્મ ત્યાગી અકર્માંશ બને છે. તે અકર્માંશ વિશિષ્ટ જ્ઞાનથી થાય છે, પણ અજ્ઞાનથી ન થાય તે જ કહે છે કે જાણ્યા વિના તે મૃગ જેવો અજ્ઞાની મોક્ષને તજે છે અથવા વિભક્તિ પરિણામથી મોક્ષાર્થ થકી ભ્રષ્ટ થાય છે - અજ્ઞાનવાદીના દોષ–
[૪૦] જે અજ્ઞાન પક્ષનો આશ્રય કરીને કર્મક્ષયનો ઉપાય જાણતા નથી પણ પોતાના અસત્ આગ્રહગ્રસ્ત થઈ મિથ્યાદૃષ્ટિ અનાર્યો એવા તે મૃગ માફક પાશમાં બંધાઈ વિનાશ પામે છે. અનંતવાર જન્મ-મરણના દુઃખ પામે છે. અજ્ઞાનવાદ પૂર્ણ થયો.
પોતાના વચનથી બંધાયેલા વાદીઓ ન ચળે-તેનો મત કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati