Pramāṇa · Search · About · API

Suyagada 809

Sūyagaḍa: ṭīkānusārī vivecana 809

Language
Gujarati

809

‘સૂત્રકૃત’ સૂત્ર-૭૯૭ થી ૭૯૯ :– [૨/૭/–/૭૯૭ થી ૭૯૯]
[૭૯૭] હે આયુષ્યમાન્‌ ગૌતમ! કુમારપુત્ર નામે શ્રમણ નિર્ગ્રન્થ છે, જે પ્રવચનની પ્રરૂપણા કરે છે. તેઓ કોઈ ગૃહસ્થ શ્રમણોપાસક આવે તો આ પ્રમાણે પચ્ચક્‌ખાણ કરાવે છે - અભિયોગ સિવાય ગાથાપતિ ચોર-ગ્રહણ વિમોક્ષણ ન્યાયે ત્રસ પ્રાણીની હિંસાનો ત્યાગ છે.
આ રીતે પચ્ચક્‌ખાણ દુષ્પ્રત્યાખ્યાન થાય છે. આવું પચ્ચક્‌ખાણ કરાવવું તે દુષ્પ્રત્યાખ્યાન કરાવ્યું કહેવાય, આ રીતે પચ્ચક્‌ખાણ કરાવતા પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેનું શું કારણ છે? બધાં પ્રાણી સંસરણશીલ છે. સ્થાવર પ્રાણી ત્રસરૂપે ઉત્પન્ન થાય છે, ત્રસ પણ સ્થાવરરૂપે ઉત્પન્ન થાય છે. જ્યારે સ્થાવરકાયિક ચ્યવીને ત્રસકાયરૂપે ઉત્પન્ન થાય અને ત્રસકાયિક મરીને સ્થાવરકાયમાં ઉત્પન્ન થાય છે. તેઓ સ્થાવરકાયને હણતાં [ત્રસકાયમાં ઉત્પન્ન થનાર હોવાથી] તેમને હણે છે.
[૭૯૮] જે આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરે તે સુપ્રત્યાખ્યાન થાય છે. આ રીતે પચ્ચક્‌ખાણ કરાવે તે સુપ્રત્યાખ્યાન કરાવે છે. આ રીતે તે બીજાને પચ્ચક્‌ખાણ કરાવતા સ્વ પ્રતિજ્ઞા ઉલ્લંઘતા નથી. [તે આ પ્રમાણે] કોઈ અભિયોગ વિના ગૃહપતિ ચોર ગ્રહણ-વિમોક્ષણ ન્યાયે-ત્રસભૂત પ્રાણીઓની હિંસા કરવાનો ત્યાગ કરે. આવા ભાષા પરાક્રમની વિદ્યમાનતા થકી જેઓ ક્રોધ કે લોભવશ બીજાને પચ્ચક્‌ખાણ કરાવે [ત્રસ આગળ ભૂત શબ્દ ન જોડે] તેઓ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે છે અને ન્યાયયુક્ત પણ નથી.
હે ગૌતમ! તમને પણ આ રુચે છે?
[૭૯૯] ભગવંત ગૌતમે સ-વાદ ઉદય પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન્‌ ઉદક! મને આ વાત ન રુચી. જે શ્રમણ કે માહણ આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે, તે શ્રમણ નિર્ગ્રન્થ યથાર્થ બોલતા નથી, તેઓ અનુતાપિની ભાષા બોલે છે, તેઓ શ્રમણો અને શ્રમણોપાસકો પર મિથ્યા દોષારોપણ કરે છે. જે લોકો અન્ય જીવ, પ્રાણ, ભૂત, સત્વોના વિષયમાં સંયમ કરે - કરાવે છે, તેના પર પણ તેઓ વ્યર્થ દોષારોપણ કરે છે.
તેનું શું કારણ? સમસ્ત પ્રાણી પરિવર્તનશીલ છે. ત્રસ પ્રાણી સ્થાવરરૂપે ઉપજે છે, સ્થાવરો પણ ત્રસરૂપે ઉપજે છે. ત્રસકાયિક મરીને સ્થાવર કાયમાં ઉપજે છે, સ્થાવરકાયિક ચ્યવીને ત્રસકાયમાં ઉપજે છે. તેઓ ત્રસકાયમાં ઉપજે ત્યારે પ્રત્યાખ્યાનકર્તા માટે હનન યોગ્ય નથી.

Linked texts (1)