Suyagada 84
Sūyagaḍa: ṭīkānusārī vivecana 84
- Language
- Gujarati
84
વિવેચન :– ૪૨, ૪૩
[૪૨] જેમ આર્યભાષાથી અજાણ-મ્લેચ્છ, મ્લેચ્છ ભાષાને ન જાણતા આર્યનું જે બોલેલું છે, તે બોલે છે પણ તેના સમ્યક્ અભિપ્રાયને નથી જાણતા કે કઈ અપેક્ષાએ તે કહેલ છે. તેના હેતુને ન જાણે, પણ કેવળ પરમાર્થ શૂન્ય બોલવાની નકલ કરે છે. તે રીતે–
[૪૩] જેમ મ્લેચ્છ અમ્લેચ્છના પરમાર્થને ન જાણે ફક્ત તેનું બોલેલું બોલે, તેમ અજ્ઞાની-સમ્યગ્જ્ઞાન રહિત શ્રમણ બ્રાહ્મણો બોલવા છતાં પોત-પોતાના જ્ઞાનને પ્રમાણપણે પરસ્પર વિરૂદ્ધ અર્થ બોલવાથી નિશ્ચયાર્થને જાણતા નથી. તેથી પોતાના તીર્થંકરને સર્વજ્ઞપણે જાણીને તેમના ઉપદેશ વડે ક્રિયામાં પ્રવર્તે પણ સર્વજ્ઞની વિવક્ષા અર્વાક્ દર્શનવાળાથી ગ્રહણ કરવી શક્ય નથી. તેથી કહ્યું છે કે–
આ સર્વજ્ઞ છે તે - X - X - જ્ઞેય પદાર્થોના વિજ્ઞાનથી રહિત એવા પુરૂષો કઈ રીતે જાણે? એ પ્રમાણે - X - X - નિશ્ચય અર્થને ન જાણનારા મ્લેચ્છની માફક બીજાનું બોલેલું બોલે છે, પણ તેઓ બોધરહિત છે. તેથી અજ્ઞાન જ શ્રેય છે. આ પ્રમાણે જેમ જેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તેમ તેમ વધુ-વધુ દોષ સંભવે છે. તેથી કહે છે–
જેમ જાણીને કોઈ બીજાના માથાને પગ અડાડે તો તે મહા અપરાધ છે, પણ ભૂલથી પગ અડે તો અપરાધ નથી. એ પ્રમાણે અજ્ઞાન જ મુખ્ય છે, જ્ઞાન નહીં
- હવે અજ્ઞાનવાદીના દૂષણ કહે છે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati