Pramāṇa · Search · About · API

Suyagada 86

Sūyagaḍa: ṭīkānusārī vivecana 86

Language
Gujarati

86

વિવેચન :– ૪૪ થી ૪૬
જેનામાં જ્ઞાન નથી તે અજ્ઞાની. - X - અજ્ઞાનીઓમાં અજ્ઞાન જ શ્રેય છે એવું બોલનારા તે વાદીનો આ વિચાર કે મીમાંસા - X - અજ્ઞાન વિષયમાં અવતરતી નથી, યોજાતી નથી. આવી મીમાંસા સત્ય છે કે અસત્ય? ‘‘જેમ અજ્ઞાન જ શ્રેય છે, જેમ જેમ જ્ઞાનાતિશય તેમ તેમ દોષનો અતિરેક’’ એવી જેની મીમાંસા છે તેઓ બોધ પામતા નથી. કેમકે આવી વિચારણા તે જ્ઞાનરૂપ છે.
વળી તે અજ્ઞાનવાદી પોતાના પ્રધાન અજ્ઞાન વાદને બીજાને બતાવવા સમર્થ નથી. કેમકે પોતે અજ્ઞાનનો પક્ષ લીધો છે, પોતે અજ્ઞાન હોય તો બીજાને જ્ઞાનમાર્ગ કઈ રીતે બતાવે?
વળી તમે છિન્નમૂલત્વ તથા મ્લેચ્છ અનુભાષણ આદિ દૃષ્ટાંતો આપો છો તે પણ નકામા છે. કેમકે અનુભાષણ પણ જ્ઞાન વિના ન થાય. વળી પારકાની ચિત્તવૃત્તિ સમજવી દુર્લભ હોવાથી અજ્ઞાન જ શ્રેય છે, તે બોલવું પણ ખોટું છે કેમ કે તમે અજ્ઞાનને જ શ્રેય માનીને પરનો ઉપદેશ આપો ત્યારે પરના જ્ઞાનને સ્વીકારો જ છો. - X - X - આ રીતે અજ્ઞાની આત્માને અને પરને બોધ આપવા સમર્થ નથી.
વનમાં જેમ કોઈ મૂઢ પ્રાણી દિશા ભૂલી જાય, તે બીજા એવા જ મૂઢ નેતાને અનુસરે ત્યારે બંને સમ્યગ્‌ જ્ઞાનમાં નિપુણ ન હોવાથી નિશ્ચયથી અસહ્ય ગહન શોકમાં ડૂબે છે. કેમકે બંને અજ્ઞાની છે. આ પ્રમાણે તે અજ્ઞાનવાદી પોતાના માર્ગને સારો અને પર મતને ખરાબ માનીને પોતે મૂઢ હોવા છતાં બીજાને પણ ફસાવે છે.
જેમ અંધ પોતે બીજા અંધને રસ્તે લઈ જતાં બીજે રસ્તે ચડી જાય, અવળે રસ્તે દોરે અથવા ઉત્પથે ચડી જાય પણ યોગ્ય સ્થાન ન પામે.

Linked texts (2)