Pramāṇa · Search · About · API

Viyahapannatti 1000

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1000

Language
Gujarati

1000

વિવેચન :–૬૬૮
જેનો સમ્યગ્‌ બોલવાનો સ્વભાવ છે, તે સમ્યગ્‌વાદી. પ્રાયઃ શક્ર સમ્યક્‌ જ બોલે છે. સમ્યગ્‌વાદી સ્વભાવ છતાં પ્રમાદાદિથી શું શક્ર ચતુર્વિધા ભાષા બોલે કે નહીં? બોલે. સત્યભાષા પણ ક્યારેક બોલતા સાવદ્ય સંભવે છે, તેથી પૂછે છે. પાપ સહિત - ગર્હિત કર્મથી સાવદ્ય. તે સૂક્ષ્મકાય એટલે હાથ આદિમાં વસ્તુ, બીજા કહે છે – સૂક્ષ્મકાય એટલે વસ્ત્ર, અનિજ્જૂહિત્ત - ન આપીને, હાથ આદિ વડે મુખને ઢાંકીને જ બોલનારને જીવ સંરક્ષણથી ભાષા અનવદ્ય થાય છે, બીજાને સાવદ્ય થાય.
શક્રને આશ્રીને જ કહે છે – મોઉદ્દેશક - શતક-૩-નો ઉદ્દેશો-૧.

Linked texts (1)