Pramāṇa · Search · About · API

Viyahapannatti 999

Viyāhapannatti: ṭīkānusārī vivecana 999

Language
Gujarati

999

‘ભગવતી’ સૂત્ર-૬૬૮ :– [૧૬/૨/૬૬૮]
ભગવન્‌ ! દેવરાજ દેવેન્દ્ર શક્ર, સમ્યગ્વાદી છે કે મિથ્યાવાદી? ગૌતમ! સમ્યક્‌વાદી છે, મિથ્યાવાદી નથી.
ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર, સત્યા-મૃષા-સત્યામૃષા કે અસત્યામૃષા ભાષા બોલે છે? ગૌતમ! સત્યાભાષા પણ બોલે છે યાવત્‌ અસત્યામૃષા પણ ભાષા બોલે છે.
ભગવન્‌! શક્રેન્દ્ર સાવદ્ય ભાષા બોલે કે અનવદ્ય? ગૌતમ! સાવદ્ય ભાષા પણ બોલે, નિરવદ્ય પણ. ભગવન્‌! એમ કેમ કહો છો - X-? ગૌતમ! જ્યારે શક્રેન્દ્ર, સૂક્ષ્મકાયને મુખ ઢાંક્યા વિના બોલે, ત્યારે તે સાવદ્ય ભાષા બોલે છે, જ્યારે સૂક્ષ્મકાયને મુખ ઢાંકીને બોલે છે, ત્યારે તે અનવદ્ય ભાષા બોલે છે. તેથી પૂર્વવત્‌ કહ્યું યાવત્‌ બોલે છે.
ભગવન્‌! શક્રેન્દ્રભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? સમ્યગ્‌દૃષ્ટિ છે? એરીતે જેમ મોકઉદ્દેશામાં સનત્કુમાર યાવત્‌ અચરિમ છે.

Linked texts (1)