Viyahapannatti 1004
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1004
- Language
- Gujarati
1004
‘ભગવતી’ સૂત્ર-૬૭૦ :– [૧૬/૩/૬૭૦]
રાજગૃહે યાવત્ આમ પૂછ્યું–ભગવન્! કર્મપ્રકૃતિઓ કેટલા પ્રકારે છે? ગૌતમ! આઠ. તે આ - જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
ભગવન્! જીવ, જ્ઞાનાવરણીય કર્મને વેદતો કેટલી કર્મપ્રકૃતિઓ વેદે છે? ગૌતમ! આઠ. એ પ્રમાણે જેને ‘પન્નવણા’માં ‘વેદ-વેદ’ પદમાં કહ્યું, તે બધું જ અહીં કહેવું. - વેદબંધ, બંધવેદ અને બંધ-બંધ પદ પણ તેમજ કહેવા યાવત્ વૈમાનિક. ભગવંત! તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit