Pramāṇa · Search · About · API

Viyahapannatti 1005

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1005

Language
Gujarati

1005

વિવેચન :–૬૭૦
- X - વેદ-વેદ, કર્મ પ્રકૃત્તિના એકના વેદનમાં, બીજી પ્રકૃતિઓ જે (ઉદ્દેશા) પદમાં કહેવાઈ છે, તે ‘વેદાવેદ’. તે પન્નવણાનું ૨૭-મું પદ છે. તે અર્થથી આ રીતે – ગૌતમ! આઠ કર્મપ્રકૃત્તિ વેદે છે, મોહના ક્ષય કે ઉપશમમાં સાત વેદે છે. બાકીના ધાતીના ક્ષયે ચાર વેદે છે. એ પ્રમાણે મનુષ્યોમાં પણ જાણવું. નારકાદિથી વૈમાનિક સુધી આઠ જ (કર્મપ્રકૃત્તિ) હોય.
વેદબંધ - એક જ કર્મપ્રકૃતિના વેદનમાં બીજી કેટલીનો બંધ થાય, એવું જેમાં પ્રતિપાદન છે તે, તે પ્રજ્ઞાપના સૂત્રનું ૨૬-મું પદ છે. તે આ રીતે – ભગવન્‌! કેટલી કર્મપ્રકૃત્તિઓ કહી છે? ગૌતમ! આઠ. તે આ - જ્ઞાનાવરણ યાવત્‌ અંતરાય. એ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું. ભગવન્‌! જીવને જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કર્મપ્રકૃતિ બાંધે? ગૌતમ! સાત, આઠ, છ કે એક પ્રકારે બાંધે. ઈત્યાદિ - X - X - X - કહેવું.
બંધવેદ - એક કર્મ પ્રકૃતિના બંધનમાં બીજી કેટલીને વેદે છે? એ અર્થવાળુ બંધ વેદ પદ છે. તે પ્રજ્ઞાપનાનું ૨૫-મું પદ છે. તે આ રીતે – ભગવન્‌! કેટલી૦? ઈત્યાદિ પૂર્વવત્‌. વિશેષ આ રીતે – ભગવન્‌! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા, કેટલી કર્મપ્રકૃતિ વેદે છે? ગૌતમ! નિયમા આઠ કર્મપ્રકૃતિ વેદે છે ઈત્યાદિ.
બંધબંધ - એકના બંધમાં બીજી કેટલી બાંધે? તે બંધબંધ. તે પ્રજ્ઞાપનાનું ૨૪-મું પદ છે. તે આ રીતે – કેટલી? આદિ પૂર્વવત્‌. વિશેષ આ રીતે – ભગવન્‌! જીવ, જ્ઞાનાવરણીય કર્મ બાંધતા, કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? ગૌતમ! સાત, આઠ કે છ બાંધે, ઈત્યાદિ.
ક્યાંક આ સંગ્રહ ગાથા દેખાય છે - ‘વેદાવેદ પહેલું, વેદાબંધ બીજું, બંધાવેદ ત્રીજું, બંધબંધ ચોથું.’ બંધક્રિયા કહી, ક્રિયા વિશેષને કહે છે –

Linked texts (1)