Viyahapannatti 1014
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1014
- Language
- Gujarati
1014
‘ભગવતી’ સૂત્ર-૬૭૬ :– [૧૬/૫/૬૭૬]
ભંતે! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્! ગંગદત્ત દેવને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ યાવત્ ક્યાં અનુપ્રવેશી? ગૌતમ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. કૂટાગાર શાળાના દૃષ્ટાંતે યાવત્ શરીરમાં અનુપ્રવેશી. અહો! હે ભગવન્! ગંગદત્ત દેવની મહાઋદ્ધિ યાવત્ મહાસૌખ્ય!
ભગવન્! ગંગદત્ત દેવે તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ કઈ રીતે પ્રાપ્ત કરી યાવત્ ગંગદત્ત દેવને તે કઈ રીતે અભિસન્મુખ થઈ?
ગૌતમાદિને સંબોધી ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આમ કહ્યું – હે ગૌતમ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહસ્રામ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં ગંગદત્ત નામે ગાથાપતિ રહેતો હતો, તે આઢ્ય યાવત્ અપરિભૂત હતો.
તે કાળે, તે સમયે અરહંત મુનિસુવ્રત, જે આદિકર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી હતા. આકાશગત ચક્રસહિત યાવત્ દેવો દ્વારા ખેંચાતા (ધર્મધ્વજ યુક્ત), શિષ્યગણથી સંપરિવૃત્ત, પૂર્વાનુપૂર્વી ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા યાવત્ જ્યાં સહસ્રામ્રવન ઉદ્યાને યાવત્ વિચરતા હતા. પર્ષદા નીકળી - X -
ત્યારે તે ગંગદત્ત ગાથાપતિ, આ વૃત્તાંત પ્રાપ્ત થતાં હૃષ્ટ તુષ્ટ યાવત્ બલિકર્મ કરી યાવત્ અલંકૃત્ શરીરે પોતાના ઘેરથી નીકળે છે, નીકળીને પગે ચાલીને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી સહસ્રામ્રવન ઉદ્યાનમાં મુનિસુવ્રત અરહંત પાસે આવ્યો. આવીને મુનિસુવ્રત અરહંતને ત્રણ વખત પ્રદક્ષિણા કરી યાવત્ ત્રણ પ્રકારની પર્યુપાસનાથી પર્યુપાસે છે.
ત્યારે મુનિસુવ્રત અરહંતે ગંગદત્તને તથા તે મોટી યાવત્ પર્ષદા પાછી ગઈ. - - - ત્યારે તે ગંગદત્ત ગાથાપતિ મુનિસુવ્રતસ્વામી પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને મુનિસુવ્રત અરહંતને વંદન-નમન કરે છે. કરીને આમ કહ્યું – ભગવન્! હું નિર્ગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવત્ જેમ આપ કહો છો, તેમજ છે.
હે દેવાનુપ્રિય! મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી, પછી દેવાનુપ્રિય પાસે હું મુંડ યાવત્ પ્રવ્રજિત થવા ઈચ્છું છું - - હે દેવાનુપ્રિય! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે ગંગદત્ત, મુનિસુવ્રત સ્વામીને આમ કહેતા સાંભળીને હૃષ્ટ-તુષ્ટ થઈ, મુનિસુવ્રત સ્વામીને વાંદી-નમીને તેમની પાસેથી, સહસ્રામ્રવન ઉદ્યાનથી નીકળે છે. નીકળીને હસ્તિનાપુર નગરમાં પોતાને ઘેર આવે છે. આવીને વિપુલ અશન, પાન યાવત્ તૈયાર કરાવે છે, કરાવીને મિત્ર-જ્ઞાતિજન-નિજકને યાવત્ આમંત્રે છે, આમંત્રીને પછી સ્નાન કર્યુ યાવત્ પૂરણશ્રેષ્ઠી સમાન મોટા પુત્રને કુટુંબ ભાર સોંપે છે.
ત્યાર પછી તે મિત્ર, જ્ઞાતિજન યાવત્ મોટાપુત્રને પૂછે છે, પૂછીને સહસ્ર પુરુષ-વાહિની શિબિકામાં આરૂઢ થાય છે, થઈને મિત્ર, જ્ઞાતિજન, નિજક યાવત્ પરિજન અને મોટા પુત્રથી સમ્યક્ અનુગમન કરાતો સર્વઋદ્ધિ યાવત્ વાદ્યોના ઘોષપૂર્વક હસ્તિનાપુરની વચ્ચો-વચ્ચથી નીકળે છે, નીકળીને સહસ્રામ્રવન ઉદ્યાને આવે છે. આવીને છત્ર આદિ તીર્થંકર અતિશય જુએ છે. ઉદાયન રાજા માફક યાવત્ જાતે જ આભરણ ઉતારે છે, જાતે જ પંચમુષ્ટી લોચ કરે છે. કરીને મુનિસુવ્રત અરહંત પાસે ઉદાયન માફક આવીને તે રીતે દીક્ષા લે છે. તે રીતે અગિયાર અંગોને ભણે છે. યાવત્ માસિકી સંલેખનાથી ૬૦ ભક્તને અનશન વડે યાવત્ છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામી કાળ માસે કાળ કરીને મહાશુક્ર કલ્પે મહાસામાન્ય વિમાનમાં ઉપપાત સભામાં દેવ શયનીયમાં યાવત્ ગંગદત્ત દેવપણે ઉત્પન્ન થયો.
ત્યારે તે તત્કાળ ઉત્પન્ન ગંગદત્ત દેવ પંચવિધ પર્યાપ્તિ વડે પર્યાપ્તિભાવને પામ્યો. તે આ - આહાર પર્યાપ્તિ યાવત્ ભાષામનઃ પર્યાપ્તિ વડે. હે ગૌતમ! એ પ્રમાણે ગંગદત્ત દેવે તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્ અભિસન્મુખ કરી.
ભગવન્! ગંગદત્ત દેવની કેટલો કાળ સ્થિતિ છે? ગૌતમ! સાત સાગરોપમ.
ભગવન્! ગંગદત્ત દેવ, તે દેવલોકથી આયુનો ક્ષય થતાં યાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ અંત કરશે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit