Pramāṇa · Search · About · API

Viyahapannatti 1017

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1017

Language
Gujarati

1017

‘ભગવતી’ સૂત્ર-૬૭૭ થી ૬૭૯ :– [૧૬/૬/૬૭૭ થી ૬૭૯]
[૬૭૭] ભગવન્‌ ! સ્વપ્નદર્શન કેટલા પ્રકારે છે? ગૌતમ! પાંચ પ્રકારે છે – યથાતથ્ય, પ્રતાન, ચિંતા, તદ્‌વિપરીત, અવ્યક્ત દર્શન.
ભગવન્‌ ! સુતા સ્વપ્ન જુએ, જાગતા સ્વપ્ન જુએ કે સુતા-જાગતાં સ્વપ્ન જુએ? ગૌતમ! સુતા કે જાગતાં સ્વપ્ન ન જુએ, સુતા-જાગતાં સ્વપ્ન જુએ છે.
ભગવન્‌! જીવો, સુતા છે, જાગતા છે કે સુતા-જાગતા? ગૌતમ! જીવો ત્રણે છે. ભગવન્‌! નૈરયિકો સુતા છે? પ્રશ્ન. ગૌતમ! નૈરયિકો સુપ્ત છે, જાગૃત કે સુપ્તજાગૃત નથી. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી કહેવું.
ભગવન્‌! પંચેન્દ્રિય તિર્યંચ યોનિક શું સુતા છે? પ્રશ્ન. ગૌતમ! સુપ્ત અને સુપ્તજાગૃત છે, જાગૃત નહીં. મનુષ્યોને જીવની માફક જાણવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકવત્‌ જાણવા.
[૬૭૮] ભગવન્‌! સ્વપ્નને સંવૃત્ત જુએ, અસંવૃત્ત જુએ, સંવૃત્તા-સંવૃત્ત જુએ. ગૌતમ! ત્રણે સ્વપ્નોને જુએ છે. સંવૃત્ત જીવ જે સ્વપ્ન જુએ તે યથાતથ્ય જુએ છે. અસંવૃત્ત જે સ્વપ્ન જુએ તે તથ્ય પણ હોય અતથ્ય પણ હોય. સંવૃત્તાસંવૃત્ત જે સ્વપ્ન જુએ તે અસંવૃત્ત સમાન જાણવું.
ભગવન્‌! જીવો શું સંવૃત્ત છે, અસંવૃત્ત છે કે સંવૃત્તાસંવૃત્ત? ગૌતમ! જીવો ત્રણે પ્રકારે હોય, એ પ્રમાણે જેમ સુપ્તદંડક છે તેમ કહેવું.
ભગવન્‌! સ્વપ્નો કેટલા ભેદે છે? ગૌતમ! ૪૨ સ્વપ્નો છે. - - ભગવન્‌! મહાસ્વપ્ન કેટલા ભેદે છે? ગૌતમ! ૩૦-ભેદે છે. - - ભગવન્‌! સર્વે સ્વપ્ના કેટલા ભેદે છે? ગૌતમ! ૭૨-ભેદે કહેલા છે.
ભગવન્‌! તીર્થંકરની માતા તીર્થંકર ગર્ભમાં આવે ત્યારે કેટલા મહાસ્વપ્નો જોઈને જાગે છે? ગૌતમ! - X - ૩૦ મહાસ્વપ્નોમાંથી ૧૪-મહાસ્વપ્નો જોઈને જાગે છે. તે આ – હાથી, વૃષભ, સિંહ, અભિષેક ઈત્યાદિ.
ભગવન્‌! ચક્રવર્તીની માતા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે કેટલા મહાસ્વપ્નો જોઈને જાગે છે? ગૌતમ! - X - તીર્થંકર માતાવત્‌ જાણવું. ભગવન્‌! વાસુદેવની માતા વિશે પ્રશ્ન. ગૌતમ! વાસુદેવ માતા યાવત્‌ વાસુદેવ ગર્ભમાં આવતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ સાત મહાસ્વપ્ન જોઈને જાગે છે. બલદેવની માતા વિશે પ્રશ્ન. ગૌતમ! બલદેવની માતા યાવત્‌ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ ચાર મહાસ્વપ્ન જોઈને જાગે છે. ભગવન્‌! માંડલીકની માતા વિશે પ્રશ્ન. ગૌતમ! માંડલીકની માતા યાવત્‌ આ ચૌદમાનું કોઈ એક સ્વપ્ન જોઈને જાગે.
[૬૭૯] શ્રમણ ભગવંત મહાવીર પોતાના છદ્મસ્થ કાળની અંતિમ રાત્રિએ આ દશ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. તે આ પ્રમાણે–
(૧) એક મહા ઘોર અને તેજસ્વી રૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, જોઈને જાગ્યા.
(૨) એક મહાન્‌ શ્વેત પાંખવાળા પુંસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા.
(૩) એક મહાન્‌ ચિત્રવિચિત્ર પાંખવાળા પુંસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા.
(૪) એક મહાન્‌ માળયુગલ જે સર્વરત્નમય હતું, તે સ્વપ્નમાં જોઈને જાગ્યા.
(૫) એક મોટો શ્વેતવર્ગ સ્વપ્નમાં જોઈને જાગ્યા.
(૬) એક મોટા પદ્મસરોવર જે ચોતરફ કુસુમિત હતું, તે જોઈને જાગ્યા.
(૭) મોટો સાગર, જે હજારો તરંગો અને કલ્લોલોથી યુક્ત હતો, તેને ભૂજાથી તર્યા, તેવું સ્વપ્ન જોઈ જાગ્યા.
(૮) પોતાના તેજથી જાજ્વલ્યમાન્‌ એક મહાન સૂર્યને જોઈને જાગ્યા.
(૯) એક મોટા માનુષોત્તર પર્વતને નીલ વૈડૂર્ય મણિ સમાન પોતાના આંતરડાથી ચોતરફથી આવેષ્ટિત-પરિવેષ્ટિત જોઈને જાગ્યા.
(૧૦) મહાન્‌ મંદરપર્વતની મેરુ ચૂલિકા ઉપર શ્રેષ્ઠ સિંહાસન ઉપર પોતાને સ્વપ્નમાં બેસેલા જોઈ જાગ્યા.
(૧) ભગવંતે ઘોર, તેજસ્વી રૂપવાળા તાલપિશાચને સ્વપ્નમાં પરાજિત કર્યો, તેથી ભગવંત મહા મોહનીય કર્મને મૂળથી નાશ કરશે.
(૨) ભગવંતે જે મોટું શુક્લ પાંખવાળુ પુંસ્કોકિલ જોયું તેથી તેઓ શુક્લ ધ્યાનવાળા થઈને વિચરશે. - -
(૩) ચિત્રવિચિત્ર પાંખાળુ પુસ્તકોકીલને જોયું, તેથી ભગવંત સ્વસમય-પરસમયિક વિચિત્ર દ્વાદશાંગી ગણિપિટકને કહેશે. પ્રજ્ઞપ્ત કરશે, પ્રરૂપિત કરશે, દેખાડશે - નિર્દેશશે - ઉપનિર્દેશશે. તે આચાર, સૂત્રકૃત્‌ યાવત્‌ દૃષ્ટિવાદ.
(૪) ભગવંતે એક મહાન્‌ માળા યુગલ જોયું-X-તેથી બે ધર્મો પ્રરૂપશે. તે આ-આગારધર્મ, અણગારધર્મ.
(૫) ભગવંતે જે મોટો શ્વેત ગોવર્ગ જોયો - X - તેથી ભગવંતને ચાતુર્વર્ણ શ્રમણસંઘ થશે - X - X -
(૬) ભગવંતે એક મહા પદ્મસરોવર જોયું-X-તેથી ભગવંત ચાર પ્રકારે દેવોની પ્રરૂપણા કરશે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક.
(૭) ભગવંત એક મહાસાગર તર્યા - X -તેથી ભગવંત મહાવીર અનાદિ અનંત યાવત્‌ સંસારકાંતારને તરી ગયા.
(૮) ભગવંત એક મોટા સૂર્યને જોઈને જાગ્યા - X - તેથી તેમને અનંત, અનુત્તર, નિરાબાધ, નિર્વ્યાઘાત, સમગ્ર, પ્રતિપૂર્ણ કેવળ ઉપજ્યું.
(૯) ભગવંતે પોતાના આંતરડાથી માનુષોત્તર પર્વતને વીંટ્યો - X - તેથી ભગવંત, ઉદાર કીર્તિ-વર્ણ-શબ્દ-શ્લોકને પ્રાપ્ત થયા.
(૧૦) ભગવંત મહાવીર મેરુ પર્વતની મેરુ ચૂલિકાએ યાવત્‌ જાગ્યા, તેથી ભગવંતે દેવ-મનુષ્ય-અસુરની પર્ષદા મધ્યે કેવલી ધર્મ કહ્યો.

Linked texts (1)