Pramāṇa · Search · About · API

Viyahapannatti 1018

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1018

Language
Gujarati

1018

વિવેચન :–૬૭૭ થી ૬૭૯
સ્વપ્ન - સ્વાપ ક્રિયા અનુગત અર્થ વિકલ્પનું દર્શન - અનુભવન. તે સ્વપ્ન ભેદથી પાંચ પ્રકારે છે. - - અહાતચ્ચ - જે પ્રકારે સત્ય કે તત્ત્વ વડે જે વર્તે છે, તે યથાતથ્ય કે યથાતત્ત્વ. તે દૃષ્ટાંત અવિસંવાદી કે ફળ અવિસંવાદી છે. તેમાં દૃષ્ટાર્થ અવિસંવાદી સ્વપ્ન કોઈ પણ સ્વપ્નને જુએ છે - જેમકે સ્વપ્નમાં ફળને હાથમાં આપતા જોઈને જાગે ત્યારે તેવું જ બને. ફળ-અવિસંવાદી, કોઈએ સ્વપ્નમાં પોતાને હાથી આદિ ઉપર બેસેલ જોઈને, જાગ્યા પછી કાલાંતરે તેને સંપત્તિ મળે.
પ્રતાન સ્વપ્ન - વિસ્તાર, તદ્‌રૂપ સ્વપ્ન તે સત્ય કે અસત્ય પણ થાય. આ ભેદ વિશેષણકૃત્‌ છે, એ રીતે આગળ પણ જાણવું.
ચિંતાસ્વપ્ન-જાગૃત્‌ અવસ્થાની ચિંતા-અર્થચિંતન, તેને દેખાડનાર સ્વપ્ન તે ચિંતા સ્વપ્ન. તદ્વિપરિત સ્વપ્ન-જે વસ્તુ સ્વપ્નમાં જુએ. તેના વિપરીત અર્થની જાગ્યા પછી પ્રાપ્તિ થવી-X-X-બીજા ‘તદ્વિપરીત’નો આવો અર્થ કરે છે - કોઈક સ્વરૂપે મૃત્તિકા સ્થળમાં આરૂઢ પોતાને સ્વપ્નમાં જુએ, તે અશ્વ પર આરૂઢ થયો હોય.
અવ્યક્ત દર્શન-અસ્પષ્ટ અનુભવ. સ્વપ્નાર્થનું અવ્યક્ત દર્શન. સ્વપ્નના અધિકારથી જ આ પ્રમાણે બતાવતા કહે છે –
સુત્તજાગર - બહુ સુતો નહીં, બહુ જાગતો નહીં. આ સુતો-જાગતો દ્રવ્ય-ભાવથી થાય છે. તેમાં દ્રવ્યથી નિદ્રા અપેક્ષાએ, ભાવથી વિરતિ અપેક્ષાએ. તેમાં સ્વપ્ન વ્યતિકર નિદ્રાપેક્ષાએ કહ્યો છે.
હવે વિરતિ અપેક્ષાએ જીવાદિ-૨૫-પદોનું સુપ્તત્વ-જાગરત્વ પ્રરૂપે છે. તેમાં સર્વવિરતિરૂપ નૈશ્ચયિક પ્રબોધ ભાવથી સુપ્ત. સર્વવિરતિરૂપ પ્રવર જાગરણના સદ્ભાવથી જાગૃત, દેશવિરતને સુપ્તજાગૃત.
પૂર્વે સ્વપ્ન જોનાર કહ્યા. હવે સ્વપ્નનો તથ્યાતથ્ય વિભાગ સૂત્રકાર દેખાડે છે. (તેમાં) સંવૃત્ત - નિરુદ્ધાશ્રવ દ્વાર એટલે સર્વવિરત. આને જાગર - શબ્દકૃત્‌ વિશેષ છે. બંને સર્વવિરતને જણાવનારા છે. પરંતુ ‘જાગર’ શબ્દ સર્વવિરતિયુક્ત બોધ અપેક્ષાએ કહ્યો છે, જ્યારે સંવૃત્ત શબ્દ તથાવિધ બોધયુક્ત સર્વવિરતિ અપેક્ષાએ છે - X - સંવૃત્તને અહીં વિશિષ્ટતર સંવૃતત્વ યુક્ત લેવો. તે પ્રાયઃ ક્ષીણમળપણાથી અને દેવતાના અનુગ્રહ યુક્તત્વથી સત્ય સ્વપ્નને જુએ છે. - X - X -
સ્વપ્નના અધિકારથી જ કહે છે – વિશિષ્ટ ફળ સૂચક સ્વપ્નની અપેક્ષાએ ૪૨-અન્યથા અસંખ્યેય, તે સંભવે છે. મહાસુવિણ - મહત્તમ ફળ સૂચક. બંને મળીને-૭૨ છે. અંતિમરાઈયંસિ - રાત્રિના અંત ભાગે.
ઘોરરૂવદિત્તધર - ઘોર, જે રૂપ અને દીપ્ત કે દૃપ્ત, તેને જે ધારણ કરે છે, તે. તાલપિશાચ - તાલ, એક વૃક્ષ છે, તે સ્વાભાવિક ઊંચું છે, તે તાલ જેવો પિશાચ. આ પિશાચાદિ વિષયથી મોહનીયાદિ વડે સ્વપ્નફળ વિષયરૂપ સાથે સાધર્મ્ય સ્વયં જાણવું. પુંસકોઈલગ - કોકિલ પુરુષ. ઉમ્મીવીઈસહસ્સકલિયં - ઉર્મી એટલે મહાકલ્લોલ, વીચી તે નાના કલ્લોલ અથવા ઉર્મીના વીચય, તે હજારો હતા.
હરિવેરુલિયવણ્ણાભેણં - હરિત એટલે નીલ, વૈડૂર્યવર્ણી. આવેઢિય - અભિવિધિથી સર્વથા વેષ્ટિત. પરિવેઢિય - પુનઃ પુનઃ એ અર્થ છે. ગણિપિડગ - ગણીની અર્થ પરિચ્છેદની પેટી માફક પેટી - આશ્રય અથવા ગણિ એટલે આચાર્યની પિટક માફક સર્વસ્વ ભાજન માફક તે ગણિપિટક.
આઘવેઈ - સામાન્ય, વિશેષ રૂપથી કહે છે. પન્નવેતિ - તે સામાન્યથી. પન્નવેતિ - તે સામાન્યથી. પરૂવેઈ - પ્રતિ સૂત્રના અર્થ કથનથી. દંસેઈ - તેના અભિધેયના પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાદર્શનથી. નિદંસેઈ - અનુકંપા વડે કંઈક ગ્રહણ કરતા નિશ્ચયથી પુનઃ પુનઃ દર્શાવે. ઉવદંસેઈ - બધાં નય યુક્તિથી દેખાડે.
ચાઉવણ્ણાઈન્ન - ચાતુર્વર્ણથી આકીર્ણ-જ્ઞાનાદિ ગુણ વડે ચાર પ્રકારના દેવની પ્રજ્ઞાપના-પ્રતિબોધે છે. અણંત - વિષયની અનંતતાથી, અનુત્તર - સર્વમાં પ્રધાનત્વથી. નિવ્વાધાએ - કટ, ભીંતાદિથી અપ્રતિહત, નિરાવરણ- ક્ષાયિકપણાથી, કસિણ - સકલ અર્થ ગ્રાહકત્વથી ઈત્યાદિ. - X -

Linked texts (1)