Pramāṇa · Search · About · API

Viyahapannatti 1025

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1025

Language
Gujarati

1025

વિવેચન :–૬૮૨
ઉપયોગ પદ, પ્રજ્ઞાપનાનું ૨૯-મું પદ છે. તે આ રીતે - ઉપયોગ બે ભેદે - સાકારોપયોગ, અનાકારો-પયોગ. સાકારોપયોગ આઠ ભેદે છે - આભિનિબોધિક સાકારોપયોગ યાવત્‌ વિભંગજ્ઞાન સાકારોપયોગ.
ભગવન્‌! અનાકારોપયોગ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે – ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ - દર્શન અનાકારોપયોગ ઈત્યાદિ. આ વ્યક્ત જ છે.
અહીં ‘પશ્યતા’ પદ કહેવું. તે પ્રજ્ઞાપનાનું ૩૦-મું પદ છે. તે આ રીતે - ભગવન્‌! પશ્યતા કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - સાકાર પશ્યતા, અનાકાર પશ્યતા. સાકારપશ્યતા છ ભેદે - શ્રુતજ્ઞાન યાવત્‌ કેવલજ્ઞાન સાકાર પશ્યતા અને શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન સાકાર પશ્યતા. અનાકાર પશ્યતા ત્રણ ભેદે – ચક્ષુ, અવધિ, કેવલ-દર્શનાકાર પશ્યતા.
આનો અર્થ આમ છે - પશ્યતા એટલે બોધ પરિણામ વિશેષ. પશ્યતા અને ઉપયોગ સાકાર-અનાકાર ભેદમાં વિશેષતા શું છે? જેમાં ત્રૈકાલિક અવબોધ છે, તેમાં પશ્યતા છે, જેમાં વર્તમાનકાળ અને ત્રૈકાલિક છે, તે ઉપયોગ છે. તેથી સાકાર પશ્યતામાં મતિજ્ઞાન, મતિઅજ્ઞાન કહ્યા નથી. કેમકે તેને ‘સાંપ્રતકાળ વિષયમાં ઉત્પન્ન-વિનષ્ટાર્થપણું છે. પશ્યતામાં માત્ર ચક્ષુર્દર્શન કેમ કહ્યું? ચક્ષુ ઈન્દ્રિયનો ઉપયોગ બાકી ઈન્દ્રિયોના ઉપયોગની અપેક્ષાએ અલ્પકાળપણે છે. તેથી તે અર્થ પરિચ્છેદ જલ્દીથી કરે છે. આ અર્થ પ્રજ્ઞાપનાથી વિશેષરૂપે જાણવો.

Linked texts (1)