Viyahapannatti 103
Viyāhapannatti: ṭīkānusārī vivecana 103
- Language
- Gujarati
103
વિવેચન :–૬૮
અક્ષરઘટના - નૈરયિકમાં એકથી સંખ્યાત સમય વૃદ્ધિની જઘન્ય સ્થિતિમાં, જઘન્ય અવગાહનામાં સંખ્યાત પ્રદેશવૃદ્ધિમાં, મિથ્યાદૃષ્ટિ નારકોના ૮૦ ભંગ કહ્યા. મિશ્રદૃષ્ટિ સિવાયના વિકલેન્દ્રિય જીવોમાં પણ એ જ સ્થાને ૮૦ ભંગ જાણવા. કેમ કે તેઓ અલ્પ હોવાથી ક્રોધાદિ ઉપયુક્ત એક-એક જીવનો પણ સંભવ છે. મિશ્રદૃષ્ટિ જીવો વિકલેન્દ્રિય કે એકેન્દ્રિયમાં હોતા નથી, માટે ૮૦ ભંગો સંભવતા નથી. વૃદ્ધોએ તો કોઈક વાચના વિશેષથી જ્યાં ૮૦ ભંગ છે ત્યાં પણ અભંગક છે. એમ વ્યાખ્યા કરી છે. હવે અહીં જ વિશેષ બતાવવા કહે છે –
દૃષ્ટિદ્વાર અને જ્ઞાનદ્વારમાં નારકોને ૨૭ ભંગો કહ્યા છે. અહીં વિકલેન્દ્રિયોને ૮૦ ભંગ કહેવા - ક્યાં? - સમ્યક્ત્વમાં - થોડાં જ વિકલેન્દ્રિયોને સાસ્વાદન સમ્યક્ત્વ હોય. થોડા હવાથી એકત્વને લીધે તેમના ૮૦ ભંગ થાય. એ રીતે મતિ, શ્રુતમાં ૮૦ ભંગ જાણવા.
જે સ્થાને નૈરયિકોના ૨૭ ભંગ છે, ત્યાં વિકલેન્દ્રિયને અભંગક જાણવા. પૂર્વોક્ત ૮૦ ભંગ સિવાયના સ્થાનો અભંગક જાણવા. ક્રોધાદિ ઉપયુક્ત આ ઘણાં જીવો એક કાળે હોવાથી તેમને અભંગક કહ્યા.
વિકલેન્દ્રિય સૂત્રો પૃથ્વીકાયિક સૂત્રો માફક જાણવા. વિશેષ આ – અહીં લેશ્યાદ્વારે તેજોલેશ્યા ન કહેવી. દૃષ્ટિદ્વારે - બેઈન્દ્રિય જીવો સમ્યગ્દૃષ્ટિ પણ છે, મિથ્યાદૃષ્ટિ પણ છે. મિશ્રદૃષ્ટિ નથી. સમ્યક્દર્શને વર્તતા બેઈન્દ્રિયો ક્રોધોપયુક્ત છે? આદિ પ્રશ્નોત્તરે ૮૦ ભંગો. જ્ઞાનદ્વારે - X - તેઓ જ્ઞાની, અજ્ઞાની બંને છે. જ્ઞાની હોય તો મતિ અને શ્રુત બે જ્ઞાની છે બાકી પૂર્વવત્ ૮૦ ભંગો છે - યોગદ્વારે - X - તેઓ મનોયોગી નથી પણ વચન અને કાયયોગી છે. બાકી પૂર્વવત્.
એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયના સૂત્રો જાણવા.
પંચેન્દ્રિયતિર્યંચ - જ્યાં નારકોના ૨૭ ભંગ છે, ત્યાં આ જીવ અભંગક જાણવા. તે જઘન્ય સ્થિતિ આદિ પૂર્વે દર્શાવેલા છે. ક્રોધાદિ ઉપયુક્ત એક સમયે ઘણાં હોવાથી અભંગક કહ્યા. આ સંબંધી સૂત્રો નારકસૂત્ર માફક જાણવા. શરીરદ્વારે આ વિશેષ છે - X - અસંખ્યેય તિર્યંચ પંચેન્દ્રિય યોનિમાં વસતા તિર્યંચ પંચેન્દ્રિયના - X - ચાર શરીરો છે – ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ. બધા અભંગક જાણવા.
સંહનનદ્વારે - X - પંચેન્દ્રિયતિર્યંચના - X - છ સંઘયણો કહ્યા છે – વજ્રઋષભનારાચ યાવત્ સેવાર્ત્ત. - - એ રીતે સંસ્થાન દ્વારે પણ છ સંસ્થાન કહ્યા - સમચતુરસ્ર આદિ. એ રીતે લેશ્યાદ્વારે - X - છ લેશ્યાઓ કહી - કૃષ્ણલેશ્યાદિ છ.
મનુષ્ય - જેમ દશ દ્વારમાં નૈરયિકો કહ્યા તેમ મનુષ્યો પણ કહેવા. - X - તેમાં નારકોની જઘન્યસ્થિતિ એક આદિથી સંખ્યાત સમય અધિકમાં, જઘન્ય અવગાહનામાં, સંખ્યાત પ્રદેશ અધિક તથા મિશ્રદૃષ્ટિમાં ૮૦ ભંગો કહ્યા. મનુષ્યોમાં પણ અહીં ૮૦ ભંગો કહેવા. તેનુ કારણ તેઓનું અલ્પત્વ છે. નારક અને મનુષ્યનું સર્વથા સામ્ય નથી તે જણાવવા કહે છે – જઘન્ય સ્થિતિ, અસંખ્યાત સમયાધિક જઘન્ય સ્થિતિ આદિમાં નારકોના ૨૭ ભંગ કહ્યા, તો વિશેષતાયુક્ત જઘન્ય સ્થિતિ સિવાયના સ્થાનકોમાં મનુષ્યો અભંગક જાણવા. કેમ કે નારકોને બહુલતાએ ક્રોધોદય હોય છે, તેથી તેનાં ૨૭ ભંગ છે, મનુષ્યોમાં પ્રત્યેક ક્રોધાદિ ઉપયોગવાળા ઘણાં મનુષ્યો હોવાથી, તેમને અભંગક કહ્યા.
આ સંબંધે વિશેષતા કહે છે – જે સ્થાને નારકોના ૮૦ ભંગો છે, ત્યાં મનુષ્યોના પણ ૮૦ ભંગો કહેવા. નારકોના ૨૭ ભંગો છે, ત્યાં મનુષ્યો અભંગક છે, આ કથનમાં મનુષ્યોમાં આટલો ભેદ છે કે – મનુષ્યોને જઘન્ય સ્થિતિમાં ૮૦ ભંગો કહેવા. નારકોમાં તેમ કહ્યું નથી. તથા આહારક શરીરમાં મનુષ્યોને ૮૦ ભંગો કહેવા. કેમ કે તેવા મનુષ્યો થોડાં છે. નારકોને આહારક શરીર જ નથી. શરીરાદિ ચાર અને જ્ઞાનદ્વાર સંબંધે ભેદ છે. તે આ - X - મનુષ્યોને - X - પાંચ શરીર કહ્યા છે. તે આ – ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. - - ભગવન્! અસંખ્યેય મનુષ્યાવાસોમાં વસતા યાવત્ ઔદારિક શરીરમાં વર્તતા મનુષ્ય શું ક્રોધોપયુક્ત આદિ છે? હા, ગૌતમ! છે. એ પ્રમાણે બધાં શરીરોમાં કહેવું. વિશેષ એ – આહારક શરીરમાં ૮૦ ભંગો કહેવા.
એ પ્રમાણે સંહનનદ્વારમાં પણ કહેવું. વિશેષ એ-મનુષ્યોને - X -છ સંઘયણ કહ્યા છે -સંસ્થાનદ્વારે છ સંસ્થાન કહ્યા છે. - લેશ્યાદ્વારે છ લેશ્યાઓ કહી છે. - - જ્ઞાન દ્વારે મનુષ્યોને પાંચ જ્ઞાન કહ્યા - આભિનિબોધિક યાવત્ કેવલજ્ઞાન. કેવલજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અભંગક જાણવા. કેવલજ્ઞાનમાં તો કષાયનો ઉદય જ નથી.
ભવનવાસી માફક વ્યંતરાદિ દશે સ્થાનોમાં કહેવા. જ્યાં અસુરાદિને ૮૦ ભંગ અને જ્યાં ૨૭ ભંગ હોય, ત્યાં વ્યંતરોને પણ તેમજ કહેવા. માત્ર ભંગોમાં લોભ આદિમાં મૂકવો. ભવનવાસી સાથે વ્યંતરનું સામ્ય છે, તેમ જ્યોતિષ્કાદિનું નથી. તે સૂચવવા કહે છે – જ્યોતિષ્ક આદિનું લેશ્યાદિ ભિન્નત્વ બીજાની અપેક્ષાએ હોય તે જાણવું. અહીં પરસ્પર વિશેષ જાણીને તેનાં સૂત્રો કહેવા. તેમાં લેશ્યા દ્વારે જ્યોતિષ્કોને એક જ તેજોલેશ્યા કહેવી. જ્ઞાન દ્વારે જ્ઞાન અને અજ્ઞાન ત્રણ-ત્રણ કહેવા. કેમ કે ત્યાં અસંજ્ઞીજીવોનો ઉત્પાદ થતો નથી માટે અપર્યાપ્તાવસ્થામાં પણ વિભંગ જ્ઞાન હોય છે. - - વૈમાનિકોમાં તેજોલેશ્યાદિ ત્રણ લેશ્યા કહેવી. જ્ઞાન દ્વારે ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કહેવા. પ્રશ્ન વૃત્તિ મુજબ...
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit