Viyahapannatti 102
Viyāhapannatti: ṭīkānusārī vivecana 102
- Language
- Gujarati
102
‘ભગવતી’ સૂત્ર-૬૮ :– [૧/૫/૬૮]
જે સ્થાનો વડે નૈરયિકના ૮૦ ભંગો છે, તે સ્થાનો વડે બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોને પણ ૮૦ ભંગો છે. વિશેષ એ - સમ્યક્ત્વ, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાનમાં પણ ૮૦ ભંગો છે. તથા જે સ્થાનમાં નૈરયિકોને ૨૭ ભંગો છે, તે સ્થાનોમાં બેઈન્દ્રિયાદિને અભંગક છે.
પંચેન્દ્રિય તિર્યંચયોનિકો નૈરયિકવત્ જાણવા. વિશેષ એ - નૈરયિકોને જ્યાં ૨૭ ભંગ કહ્યા, ત્યાં અહીં અભંગક કહેવું અને તેમને જ્યાં ૮૦ ભંગો કહ્યા, ત્યાં અહીં પણ ૮૦ ભંગો કહેવા.
જે સ્થાને નૈરયિકોને ૮૦ ભંગ કહ્યા, ત્યાં મનુષ્યોને પણ ૮૦ ભંગો કહેવા. તેમને જ્યાં ૨૭ ભંગ કહ્યા, ત્યાં અહીં અભંગક કહેવા. વિશેષ આ - મનુષ્યોને જઘન્ય સ્થિતિ અને આહારકમાં ૮૦ ભંગો છે.
વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને ભવનવાસી માફક જાણવા. વિશેષમાં તેમનું જે જુદાપણું છે તે જાણવું. યાવત્ અનુત્તરવાસી. હે ભગવન્! તે એમ જ છે, એમ જ છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit