Viyahapannatti 1032
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1032
- Language
- Gujarati
1032
વિવેચન :–૬૮૬
જીવાનાં - જીવાનુગત, આહારોપચિત - આહારરૂપે ઉપચિત બોંદિચિયા - અવ્યક્ત અવયવ શરીરરૂપપણે ચિત, કડેવરચિયા - શરીર રૂપપણે ચિત, ઉપલક્ષણથી ઉચ્છ્વાસપણે ચિત પુદ્ગલો પણ જાણવા. આના વડે આમ કહે છે – જીવોને અનુગામી સ્વભાવવાળા પુદ્ગલો હોય છે. તેથી જે ક્ષેત્રમાં જીવ હોય, તે ક્ષેત્રમાં પુદ્ગલોની ગતિ હોય તથા પુદ્ગલોને આશ્રીને જીવો અને પુદ્ગલોનો ગતિધર્મ કહ્યો છે. અર્થાત્ જ્યાં પુદ્ગલ હોય ત્યાં જ જીવો અને પુદ્ગલોની ગતિ હોય. અલોકમાં જીવ કે પુદ્ગલ નથી. તેથી ત્યાં જીવ અને પુદ્ગલોની ગતિ નથી. તેના અભાવે દેવ હાથ આદિ પ્રસારી ન શકે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit