Viyahapannatti 1048
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1048
- Language
- Gujarati
1048
વિવેચન :–૬૯૬
તાલ - તાલવૃક્ષ, પચાલેમાણે - ચલાવે, પવાડેમાણે - નીચે પાડે (૧) તાડ ફળને, તાડફળ આશ્રિત જીવોને પુરુષ પ્રાણાતિપાત ક્રિયાકારી છે, જે પ્રાણાતિપાત ક્રિયાકારક છે તેને પાંચે ક્રિયા લાગે તેમ કહ્યું. (૨) જે તાલફળ નિષ્પન્ન કરનાર જીવો છે, તે પણ પાંચ ક્રિયાને સ્પર્શે. કેમકે સંઘટ્ટન આદિથી તે અન્ય જીવોને મારે છે. (૩) પુરુષે તાલફળને હલાવ્યા પછી તે ફળ પોતાના ભારેપણાથી, સંભારિકતાથી, ગુરૂકસંભારિકતાથી પડે, ત્યારે આકાશાદિમાં પ્રાણોને જીવિતથી રહિત કરે છે. તેમ થતાં તે પુરુષને ચાર ક્રિયા લાગે, વધ નિમિત્ત ભાવના અલ્પત્વથી તેને ચારની જ વિવક્ષા છે. તે અલ્પત્વ સાક્ષાત્ વધના અભાવે અને તાલફળે જીવો હણ્યા છે, માટે છે. (૪) એ પ્રમાણે તાળફળ નિષ્પન્ન જીવો પણ કહેવા. (૫) ફળ નિર્વર્તકને પાંચ ક્રિયા જ છે, કેમકે તેઓ વધના સાક્ષાત્ નિમિત્ત છે. (૬) નીચે પડેલ ફળના જે ઉપકારી જીવો છે, તેમને પણ પાંચ ક્રિયા છે, કેમકે વધમાં તેનો બહુતરભાવ છે. આ સૂત્રનું વિશેષ વ્યાખ્યાન પાંચમાં શતકમાં કહેલ કાંડ ક્ષેપ કરનાર પુરુષ સૂત્રથી જાણવું.
આના ફળ દ્વારથી પણ છ ક્રિયા સ્થાનો કહ્યા. મૂળ આદિમાં પણ છ કહેવા. આ કંદસૂત્ર માફક સ્કંધ, ત્વક્, શાખા, પ્રવાલપત્ર, પુષ્પ, ફળ, બીજ સૂત્રો પણ કહેવા. - - ક્રિયાધિકારથી શરીર-ઈન્દ્રિય-યોગમાં ક્રિયા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit