Pramāṇa · Search · About · API

Viyahapannatti 1049

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1049

Language
Gujarati

1049

‘ભગવતી’ સૂત્ર-૬૯૭ :– [૧૭/૧/૬૯૭]
ભગવન્‌! શરીર કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ. - ઔદારિક યાવત્‌ કાર્મણ.
ભગવન્‌! ઈન્દ્રિયો કેટલી છે? ગૌતમ! પાંચ. - શ્રોત્રેન્દ્રિય યાવત્‌ સ્પર્શનેન્દ્રિય.
ભગવન્‌! યોગ કેટલા છે? ગૌતમ! ત્રણ. - મનોયોગ, વચનયોગ, કાયયોગ.
ભગવન્‌! ઔદારિક શરીરને નિષ્પન્ન કરતો જીવ કેટલી ક્રિયાવાળો હોય છે? ગૌતમ! કદાચિત્‌ ત્રણ કે ચાર કે પાંચ. એ પ્રમાણે પૃથ્વીકાયિક, એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. આ પ્રમાણે વૈક્રિય શરીરના પણ બે દંડક કહેવા. વિશેષ એ કે – જેને વૈક્રિય શરીર હોય તેને તે કહેવું. એ પ્રમાણે કાર્મણ શરીર સુધી કહેવું.
એ પ્રમાણે પાંચે ઈન્દ્રિયો અને ત્રણે યોગોમાં જે જેને હોય, તેને તે કહેવા. એ રીતે ૨૬-દંડકો થાય.

Linked texts (1)