Viyahapannatti 105
Viyāhapannatti: ṭīkānusārī vivecana 105
- Language
- Gujarati
105
‘ભગવતી’ સૂત્ર-૬૯ :– [૧/૬/૬૯]
ભગવન્! જેટલા અવકાશાંતરથી ઉગતો સૂર્ય શીઘ્ર નજરે જોવાય છે, તેટલા જ અવકાશાંતરથી આથમતો સૂર્ય શીઘ્ર નજરે જોવાય છે? હા, ગૌતમ! - X - યાવત્ - X - જોવાય છે.
ભગવન્! ઉગતો સૂર્ય પોતાના તાપથી જેટલા ક્ષેત્રને ચારે બાજુથી પ્રકાશિત-ઉદ્યોતિત-તાપિત-પ્રભાસિત કરે છે, તેટલાં જ ક્ષેત્રને ચારે બાજુથી આથમતો સૂર્ય પોતાના તાપ દ્વારા પ્રકાશિત - ઉદ્યોતિત - તાપિત - પ્રભાસિત કરે છે? હા, ગૌતમ! યાવત્ કરે છે.
ભગવન્! સૂર્ય સ્પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે અસ્પૃષ્ટ ક્ષેત્રને? સ્પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે યાવત્ છ એ દિશામાં પ્રકાશિત કરે છે. એ રીતે તેને ઉદ્યોતિત-તાપિત-પ્રભાસિત કરે છે.
ભગવન્! સ્પર્શ કરવાના કાળ સમયે સૂર્ય સાથે સંબંધવાળા જેટલા ક્ષેત્રને સર્વ દિશાઓમાં સૂર્ય સ્પર્શે તેટલું સ્પર્શાતુ તે ક્ષેત્ર સ્પર્શાએલુ એમ કહેવાય? હા, ગૌતમ! - X - યાવત્ કહેવાય.
ભગવન્! સ્પર્શાએલ ક્ષેત્રને સ્પર્શે કે અસ્પર્શાએલ ક્ષેત્રને સ્પર્શે? [સ્પર્શાએલ ક્ષેત્રને.] યાવત્ નિયમા છ દિશાને.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit